For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પોટ ફિક્સિંગઃ દ્રવિડ બનશે સાક્ષી, નોંધાવ્યું નિવેદન

|
Google Oneindia Gujarati News

rahul-dravid
નવી દિલ્હી, 16 જુલાઇઃ આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગના આરોપ રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓ પર છે, જે સબબ ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી અને રાજસ્થાન રોયલ્સના સુકાની રાહુલ દ્રવિડનું નિવેદન સ્પેશિયલ સેલના સભ્યો દ્વારા તેમના નિવાસ્થાને ગત અઠવાડિયે નોંધવામાં આવ્યું છે. આ ઉપરાંત ટીમના અન્ય સભ્યોને પ્રશ્નો પૂછવામાં આવશે અને તેમનું નિવેદન પણ નોંધવામાં આવશે.

મળતી માહિતી અનુસાર દિલ્હી પોલીસના અધિકારીઓએ શ્રીસંથ, ચંડિલા અને અંકિત ચવ્હાણ દ્વારા નાખવામાં આવેલા બોલને ચકાસવા માટે રાજસ્થાન રોયલ્સના સુકાની રાહુલ દ્રવિડની મદદ લીધી છે. નોંધનીય છે કે, ઉક્ત ત્રણેય ખેલાડીઓ ચાલું વર્ષે યોજાયેલી આઇપીએલ શ્રેણીમાં સ્પોટ ફિક્સિંગ કરતા પક્ડાયા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે, રાહુલ દ્રવિડ કદાચ ફરિયાદી પક્ષનો સાક્ષી બની શકે છે.

ભારત અને આતંરરાષ્ટ્રીય ક્રિકેટને ત્યારે સૌથી વધાર શર્મસાર થવું પડ્યું હતું, જ્યારે રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડી પર સ્પોટ ફિક્સિંગનો આરોપ લગાવીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે શંકાસ્પદ મેચોના ટેપિંગ વીડિયોના આધારે તેમની ધરપકડ કરી હતી. ત્યારબાદ દ્રવિડ દ્વારા નિવેદન કરવામાં આવ્યું કે આ પ્રકારની મેટર સાથે ડિલીંગ કરવુ એ તેના માટે બિરીવ્મન્ટ સમાન છે. તેણે કહ્યું કે હું ખોટું નથી બોલી રહ્યો, આ અમારા માટે કપરો સમય છે. તેનાથી ટીમ શોકમાં આવી ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જે ખેલાડીઓ પર દિલ્હી પોલીસ દ્વારા આરોપ મુકવામાં આવ્યા છે, તેઓ હાલ જામીન પર છૂટ્યા છે.

English summary
Dravid's statements were recorded by members of the Special Cell under section 161 of the CrPC, at his residence last week. Several other players from the franchise have also been questioned and their statements recorded.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X