For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિકેટની વધુ કેટલીક અજાયબ વાતો કે જેને તમે નહિં જાણતા હોવ

|
Google Oneindia Gujarati News

વિશ્વભરમાં જેન્ટલમન ગેમ તરીકે ઓળખાતી ક્રિકેટની રમત અંગે ગઈકાલે અમે કેટલીક વાતો કરી હતી. આજે એ જ સંદર્ભ એવી વધુ કેટલીક અજાયબ વાતો કરીશું કે જે તમે ચોક્કસપણે નહીં જ જાણતા હોવ. બદલાતા સમયની સાથે ક્રિકેટના ફોર્મેટમાં ઘણો બદલાવ આવ્યો.

ઘણાં ક્રિકેટર્સ નિવૃત્ત થયા તો ઘણાં નવોદિત ક્રિકેટર્સે આવતાની સાથે જ ઘણાં જૂના રોકોર્ડઝ તોડ્યા. ચાહકોને ક્રિકેટ અંગે જાણવાની ઘણી આતુરતા હોય છે. આવો વધુ ક્રિકેટ અંગે જાણીએ વધુ કેટલીક અજાયબ વાતો.........

ગ્રીમ સ્મિથ

ગ્રીમ સ્મિથ

ગ્રીમ સ્મિથ 100થી વધુ ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરનાર એક માત્ર કેપ્ટન છે.

માત્ર એક જ વખત ડક પર

માત્ર એક જ વખત ડક પર

રણજી કરિયરમાં સચિન તેડુંલકર માત્ર એક જ વખત શૂન્ય રન પર આઉટ થયા હતા. આ વિકેટ ભુવનેશ્વર કુમારે લીધી હતી.

સઈદ અજમલ

સઈદ અજમલ

પાકિસ્તાનના સ્પિન બોલર સઈદ અજમલને આજ સુધી એક પણ મેન ઓફ ધ મેચનો અવોર્ડ નથી મળ્યો.

કપિલ દેવે પેહલી સદી ફટકારી હતી

કપિલ દેવે પેહલી સદી ફટકારી હતી

વર્ષ 1983ના વર્લ્ડ કપ દરમ્યાન જીમ્બાબ્વે વિરૂદ્ધ 175 રન બનાવીને સદી ફટકારનાર કપિલ દેવ પહેલા ખેલાડી હતા.

શિવનારાયણ ચંદ્રપોલ

શિવનારાયણ ચંદ્રપોલ

વેસ્ટઈન્ડીંઝના ખેલાડી ચંદ્રપોલ આંખોની નીચે એન્ટીગ્લેર સ્ટીકર લગાડીને રમતા હતા. જેમાં Mueller લખવામાં આવેલું હતું. ચંદ્રપોલે વર્ષ 2002માં ભારત વિરૂદ્ધ લગાતાર 1051 બોલનો સામનો કર્યો હતો. જે એક રેકોર્ડ છે.

ખાતુ ખોલ્યા વગર 43 વખત આઉટ

ખાતુ ખોલ્યા વગર 43 વખત આઉટ

કોર્ટની વોલ્શ એક એવા ખેલાડી છે કે જેઓ ટેસ્ટ મેચમાં 43 વખત ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થયા હતા.

સુનીલ ગાવસ્કરે પોતાના દિકરાનું નામ રોહન રાખ્યુ

સુનીલ ગાવસ્કરે પોતાના દિકરાનું નામ રોહન રાખ્યુ

સુનીલ ગાવસ્કરે પોતાના દિકરાનું નામ રોહન એ સમયના એક ખેલાડી રોહન કંહાઈના નામ પરથી પાડ્યું હતુ.

સૌથી વધુ ફીટ કપિલ દેવ

સૌથી વધુ ફીટ કપિલ દેવ

પોતાના 16 વર્ષના કરિયરમાં કપિલ દેવને એક પણ ઈજા નથી થઈ.

લાંબી રેસનો ઘોડો માત્ર સચિન

લાંબી રેસનો ઘોડો માત્ર સચિન

વર્ષ 1989માં સચિનની સાથે અન્ય 23 ખેલાડીઓએ કરિયરની શરૂઆત કરી હતી. પણ સૌથી લાંબી રેસનો ઘોડો સચિન સાબિત થયા.

200 રન પહેલા મારનાર સચિન ન હતા

200 રન પહેલા મારનાર સચિન ન હતા

200 રન પહેલા મારનાર સચિન ન હતા. તેમની પહેલા ઓસ્ટ્રેલીયન ખેલાડી બેલિંડા ક્લાર્કે આ કામ કર્યું હતુ.

હાશિમ અમલા

હાશિમ અમલા

હાશિમ અમલા મુસ્લિમ હોવાના કારણે આલ્કોહોલની કોઈ એડ નથી કરતા.

વર્લ્ડ કપ ઈગ્લેન્ડની બહાર રમવામાં આવ્યો

વર્લ્ડ કપ ઈગ્લેન્ડની બહાર રમવામાં આવ્યો

વર્ષ 1987માં પહેલી વખત વર્લ્ડ કપ ઈગ્લેન્ડની બહાર રમવામાં આવ્યો હતો. અને યજમાની ભારત અને પાકિસ્તાને મળીને કરી હતી.

સચિન અને નર્વસ 90

સચિન અને નર્વસ 90

22 વર્ષના કરિયરમાં સચિન લગભગ 28 વખત નર્વસ 90નો શિકાર થયા છે.

ભારત

ભારત

ભારત માત્ર એક એવી ટીમ છે કે જેણે ક્રિકેટના દરેક ફોર્મેટમાં જીત હાંસલ કરી છે.

કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની

કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની

કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક માત્ર એવા કેપ્ટન છે જેમણે ક્રિકેટના બંને ફોર્મેટમાં વિશ્વકપ જીત્યો છે.

એડમ ગિલક્રિસ્ટ- એક બોલ એક વિકેટ

એડમ ગિલક્રિસ્ટ- એક બોલ એક વિકેટ

પોતાની કરિયરની છેલ્લી મેચમાં ગિલક્રીસ્ટે બોલીંગ કરી અને એક બોલ પર એક વિકેટ પણ લીધી.

સો શતક

સો શતક

વિશ્વમાં સો શતક લગાવનાર એક માત્ર ક્રિકેટર સચિન તેડુંલકર છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Cricket is called a gentleman’s game, here is amazing facts about this interesting and popular game.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X