રણજી ટ્રોફીમાં ગુજરાતની અદ્ઘભૂત જીત, પાર્થિવની સદીએ જીત અપાવી

Posted By:
Subscribe to Oneindia News

કેપ્ટન પાર્થિવ પટેલની કપ્તાની 65 વર્ષ પછી ગુજરાતની ટીમને રણજી ટ્રોફીમાં જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે. અને ખરેખરમાં ગુજરાતની આ જીતએ ક્રિકેટ ઇતિહાસની અદ્ધભૂત જીત તરીકે લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. નોંધનીય છે કે મુંબઇએ અત્યાર સુધીમાં 41 રણજી ટ્રોફીમાં શાનદાર જીત મેળવી છે તેવી 41 વાર જીતેલી ટીમને હરાવવામાં ગુજરાતને સફળતા મળી છે. જેનો મોટો શ્રેય ડાબોડી બેટ્સમેન અને કપ્તાન પાર્થિવ પટેલને જાય છે. ઇન્દોરાના હોલકાર સ્ટેડિયમમાં રમાનારી આ મેચ પાછળ પાર્થિવની સદીએ મહત્વનો ભાગ ભજવ્યો છે.

ranji

નોંધનીય છે કે મુંબઇમાં ગુજરાત સમક્ષ જીતવા માટે 312 રનનો સ્કોર મૂક્યો હતો. જેમાં પાર્થિવ પટેલ 143 રન ફટકાર્યા હતા. પોતાની જીત અંગે ખુશી વ્યક્ત કરતા પાર્થિવ પટેલ કહ્યું હતું કે ચાર મહિનાની મહેનત રંગ લાવી. નોંધનીય છે કે ગુજરાતે 5 વિકેટમાં 313 રન કરીને આ સુવર્ણ જીત પોતાના નામે કરી છે. શનિવારે જ્યારે મેચ શરૂ થઇ ત્યારે ગુજરાતને જીતવા માટે 228 રન જોયતા હતા. જેમાં કેપ્ટન પાર્થિવની સદીને ગુજરાતની જીતની આશ આપી હતી. વર્ષ 1950-51માં ગુજરાત રણજી ટ્રોફીની ફાઇનલ મેચમાં આવ્યું હતું. પણ જીત્યું નહતું. ત્યારે આજે આટલા વર્ષો બાદ પહેલી વાર ગુજરાતની ટીમે રણજી ટ્રોફીમાં જીતનો સ્વાદ ચાખ્યો છે.


ત્યારે અહીં વાંચો છેલ્લા દસ વખતથી કંઇ ટીમ રણજી ટ્રોફી ચેમ્પિયનશીપ જીતી ચૂકી છે.


2016-17 - ગુજરાત

2015-16 - મુંબઇ

2014-15 - કર્ણાટક

2013-14 - કર્ણાટક

2012-13 - મુંબઇ

2011-12 - મુંબઇ

2010-11 - રાજસ્થાન

2009-10 - મુંબઇ

2008-09 - મુંબઇ

2007-08 - દિલ્હી

2006-07 - મુંબઇ

English summary
Captain Parthiv Patel led from the front, hitting a magnificent century to take Gujarat to their maiden Ranji Trophy title here on Saturday
Please Wait while comments are loading...