મોહમ્મદ કૈફને મુસલમાનની પ્રશંસા કરતા ડર લાગે છે?

Subscribe to Oneindia News

મોહમ્મદ કૈફ છેલ્લા થોડા સમયથી પોતાના ટ્વીટસ માટે ઘણો ચર્ચામાં છે. તે ટ્વીટ પર ખુલીને પોતાની વાત મૂકે છે અને સવાલોના જવાબ પણ આપે છે. હવે તેણે એક પાકિસ્તાનીને એવો જવાબ આપ્યો કે તેણે કૈફની માફી માંગી અને ચૂપચાપ રહેવામાં જ ભલાઇ સમજી. વાસ્તવમાં હાલમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ ચાલી રહી છે. આ મેચ અંગે કૈફે ટ્વીટ કર્યુ. જેના પર પાકિસ્તાની શખ્સ પૂછી બેઠો કે તમને પાકિસ્તાની ખેલાડીઓની પ્રશંસા કરવામાં ડર લાગે છે?

kaif

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલ આ મેચમાં બે ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યુ. પાકિસ્તાન તરફથી અઝહર અલીએ બેવડી સદી બનાવી તો ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે સદી ફટકારી. કૈફે ડેવિડ વોર્નરની પ્રશંસા કરતા એક ટ્વીટ કર્યુ જેના પર પાકિસ્તાનના અરસલાન નામના એક શખ્સે મોહમ્મદ કૈફને લખ્યુ કે, 'શું તમે માત્ર વંશવાદને કારણે અઝહરના 200 રનની પ્રશંસા ના કરી?' અરસલાનનો ઇશારો હતો કે શું કૈફે મુસલમાન હોવાને કારણે પાકિસ્તાની ખેલાડીની પ્રશંસા કરવામાં ખચકાટ થયો?

પાકિસ્તાનીએ કહ્યુ, કૈફભાઇ ભૂલ મારી હતી

કૈફે અરસલાનને જવાબ આપતા લખ્યુ કે જેના પોતાના મગજ વંશવાદ છે તે દરેક જ્ગ્યાએ વંશવાદ શોધે છે. કૈફે લખ્યુ કે, 'દરેક વસ્તુમાં વંશવાદ શોધવો પણ વંશવાદી વિચારધારા છે.' આ ટ્વીટ સાથે કૈફે પોતાનું જૂનુ ટ્વીટ પણ જોડ્યુ જેમાં તેણે અહર અલીની ખૂબ પ્રશંસા કરી હતી. વાસ્તવમાં કૈફે અઝહરે બેવડી સદી ફટકારતા જ તેની પ્રશંસામાં ટ્વીટ કર્યુ હતુ અને કહ્યુ હતુ કે અઝહર અલી એક ઓછો કરીને આંકવામાં આવેલ ખેલાડી છે. તેણે ખૂબ જ શાનદાર દાવ રમ્યો છે. કૈફનું આ ટ્વીટ વાંચ્યા બાદ અરસલાને ટ્વીટ કર્યુ કે ભૂલ મારી હતી. મે અઝહરની પ્રશંસા વાળુ ટ્વીટ વાંચ્યુ નહોતુ.

English summary
cricketer mohammad kaif answer a pakistani man on twitter
Please Wait while comments are loading...