એશિયા કપથી બહાર થયો હાર્દિક, હવે નહિ રમે એકપણ મેચ
એશિયા કપથી બહાર થયો હાર્દિક, હવે નહિ રમે એકપણ મેચ
એશિયા કપમાં પહેલા હોંગ કોંગ અને પછી પાકિસ્તાનને માત આપીને ભારતીય ટીમ ભલે આગળ વધી ગઈ હોય પણ ટીમને હવે મોટો ઝાટકો લાગ્યો છે. હાર્દિક પંડ્યા એશિયા કપની હવે એકપણ મેચ નહિ રમી શકે. જણાવી દઈએ કે પાકિસ્તાન સામેની મેચ દરમિયાન હાર્દિક પંડ્યા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર રીતે ઘવાયેલ હાર્દિક પંડ્યા એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે.

હાર્દિક પંડ્યાની જગ્યાએ દિપક ચહરને સ્ક્વૉડમાં ઉમેરવામાં આવ્યો છે. ગુરુવારે દિપક ચહર દુબઈ પહોંચી ગયો છે. પાકિસ્તાન સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ઘાયલ થયેલ હાર્દિક પંડ્યાને સ્ટ્રેચર પર સુવડાવીને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો, ત્યારે જ આશંકા સેવાઈ રહી હતી કે હાર્દિક પંડ્યા ટૂર્નામેન્ટની આગળની મેચ કદાચ નહી રમી શકે. શુક્રવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેદાન-એ-જંગ રમાશે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સામેની મેચમાં શરૂઆતની વિકેટ પડ્યા બાદ આઝમ અને શોએબ મલિક ક્રિઝ પર હતા. આ જોડીને તોડવા માટે રોહિત શર્માએ કેટલાક બદલાવ કર્યા અને આ ક્રમમાં જ 17મી ઓવર બાદ 18મી ઓવરમાં હાર્દિક પંડ્યાને બોલ આપ્યો. આ દરમિયાન ઓવરનો પાંચમો બોલ ફેંકતી વખતે હાર્દિક પંડ્યા જમીન પર પડી ગયો. જે બાદ તેને સ્ટ્રેચર પર સુવડાવીને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. બીસીસીઆઈ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે પંડ્યાની કમરમાં ઈજા થઈ છે.
આ પણ વાંચો- જાણો, શું છે કેબિન પ્રેસર અને ફ્લાઈટમાં કેમ જરૂરી હોય છે?












Click it and Unblock the Notifications
