IND vs ENG 1st Test: ભારત 337 રનમાં સમેટાયુ, ઇંગ્લેન્ડ 241 રન આગળ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ભારતના પ્રથમ દાવ રમતના ચોથા દિવસે 95.5 ઓવરમાં 337 પર સમાપ્ત થયા હતા. પ્રથમ દાવના આધારે ઇંગ્લેન્ડને 241 રનની મજબૂત લીડ મ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ભારતના પ્રથમ દાવ રમતના ચોથા દિવસે 95.5 ઓવરમાં 337 પર સમાપ્ત થયા હતા. પ્રથમ દાવના આધારે ઇંગ્લેન્ડને 241 રનની મજબૂત લીડ મળી હતી. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે સાતમા નંબર પર બેટિંગ કરી હતી અને અણનમ 85 રન બનાવ્યા હતા. તેણે મેચમાં 12 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. તેમના સિવાય ઋષભ પંત (91) અને ચેતેશ્વર પૂજારા (73) એ પણ અડધી સદી ફટકારી હતી. આર અશ્વિને 30 રન બનાવ્યા. પરિણામે ભારત પ્રથમ ઇનિંગમાં 337 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઇંગ્લેંડ તરફથી ડોમિનિક બેસે સૌથી વધુ વિકેટ લીધી હતી. જેક લીચ, જોફ્રા આર્ચર અને જેમ્સ એન્ડરસને વિકેટ લીધી હતી.

અશ્વિનને આઉટ કર્યાના થોડા સમય બાદ શાહબાઝ નદીમ પણ આઉટ થયો હતો. તે શૂન્ય પર જેક લીચ દ્વારા આઉટ થયો હતો. તે પછી, જેમ્સ એન્ડરસને ઈશાંત શર્માને 94 મી ઓવરમાં 4 રન આપીને બોલ્ડ કરી ભારતની નવમી વિકેટ મેળવી હતી. છેવટે 96 મી ઓવરમાં એન્ડરસનને જસપ્રીત બુમરાહને શૂન્ય રને આઉટ કરીને ભારતનો દાવ 337 રનમાં સમાપ્ત કર્યો હતો.
સુંદર અને અશ્વિને ચોથા દિવસની શરૂઆત સારી રીતે કરી. તેણે ભારતને 300 રનનો આંકડો પાર કરવામાં પણ મદદ કરી. જો કે, જ્યારે બંને સદીની ભાગીદારી માટે જઇ રહ્યા હતા, ત્યારે સ્પિનર જેક લીચે 87 મી ઓવરમાં આર અશ્વિનને આઉટ કરીને ભાગીદારી તોડી હતી. અશ્વિનને વિકેટકીપર જોસ બટલરના હાથે કેચ આઉટ થયો. અશ્વિને 91 બોલમાં 31 રન બનાવ્યા હતા. તેણે અને સુંદર વચ્ચે 80 રનની ભાગીદારી. અશ્વિનના આઉટ થયા બાદ શાહબાઝ નદીમ બેટિંગ કરવા આવ્યો હતો.
આ પણ વાંચો: IND vs ENG: 3 કારણને લીધે ચેન્નઈમાં ઈંગ્લેન્ડનો દબદબો યથાવત
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
