For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત જીતી જશે બીજી ટેસ્ટ, ઈંગ્લેન્ડ લક્ષ્ય હાંસલ નહિ કરી શકે, આંકડા આપે છે સાક્ષી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈના એમએ ચિદમ્બરમ ચેપક સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. એશિયાઈ આંકડાથી માલૂમ પડે છે કે ભારત લગભગ નિશ્ચિત રૂપે મેચ જીતી જ જશે.

|
Google Oneindia Gujarati News

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈના એમએ ચિદમ્બરમ ચેપક સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. શનિવાર મેચનો ત્રીજો દિવસ હતો, જ્યાં મેજબાન ભારતીય ટીમે પકડ જમાવી લીધી. આર અશ્વિનની ધાકડ બેટિંગથી ભારતીય ટીમે મેચ પર પકડ જમાવી લીધી છે. પરંતુ એશિયાઈ આંકડાથી માલૂમ પડે છે કે ભારત લગભગ નિશ્ચિત રૂપે મેચ જીતી જ જશે.

બીજી ઈનિંગમાં બહાદુરીથી બેટિંગ કરી

બીજી ઈનિંગમાં બહાદુરીથી બેટિંગ કરી

પહેલી ઈનિંગમાં 95 રનની લીડ બાદ ભારતે બગડતી પિચ પર બીજી ઈનિંગમાં બહાદુરીથી બેટિંગ કરી. પ્રમુખ બેટ્સમેન અસફળ થયા બાદ વિરાટ કોહલીએ 62 રનની ઈનિંગ રમી. બોલિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા રવિચંદ્રન અશ્વિને બેટિંગમાં પણ ઈંગ્લેન્ડના બોલર્સને ધોયા. તેમણે 106 રનની ધમાકેદાર ઈનિંગ રમી. આ તેમના ટેસ્ટ કરિયરની પાંચમી સદી હતી. ભારતની બીજી ઈનિંગ 186 રને સમાપ્ત થઈ.

ટાર્ગેટ હાંસલ નહિ કરી શકે ઈંગ્લેન્ડ

ટાર્ગેટ હાંસલ નહિ કરી શકે ઈંગ્લેન્ડ

ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે જીત માટે 482 રનનો લક્ષ્ય રાખ્યો છે. કોઈપણ ટીમને ક્યારેય પણ એશિયાઈ પિચ પર આવા પ્રકારનો પડકારનો સામનો નથી કરવો પડ્યો. ફેબ્રુઆરી 2021માં વેસ્ટઈન્ડીઝે બાંગ્લાદેશથી મળેલ 395 રનનો લક્ષ્ય 3 વિકેટ રહેતાં હાંસલ કર્યો હતો, જે મીરપુરમાં રમાયો હતો. આ ભારતીય મહામદ્વીપમાં એક સફળ રન ચેઝનો રેકોર્ડ છે. બીજી તરફ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતે અત્યાર સુધીનો સૌથી મોટો ટાર્ગેટ ખડકી દીધો છે. અગાઉ 2008ની ચેન્નઈ ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 387 રનનો લક્ષ્ય આપ્યો હતો. એવામાં ભારતનો 482 રનનો લક્ષ્ય ઈંગ્લેન્ડ માટે અગ્ની પરીક્ષા હશે. જોવાનું રહેશે કે બગડતી પિચ પર ઈંગ્લેન્ડના બેટ્સમેન ક્યાં સુધી ભારતીય સ્પિનનો સામનો કરી શકે છે.

કોઈપણ ટીમ આવડો લક્ષ્ય હાંસલ નથી કરી શકી

કોઈપણ ટીમ આવડો લક્ષ્ય હાંસલ નથી કરી શકી

આ ઉપરાંત ભારત માટે ગુડ ન્યૂઝ એ છે કે આજ સુધી કોઈપણ ટીમ આટલો મોટો લક્ષ્ય હાંસલ નથી કરી શકી. ટેસ્ટમાં સૌથી વડો લક્ષ્ય હાંસલ કરવાનો રેકોર્ડ વિંડીઝ પાસે છે. વિંડીઝે 9 મે 2003માં ઓસ્ટ્રેલિયાથી 418 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ત્યારે વિંડીઝે 3 વિકેટ રહેતાં આટલો મોટો સ્કોર હાંસલ કરી લીધો હતો. 17 ડિસેમ્બર 2008ના રોજ ઓસ્ટ્રેલિયાએ પર્થમાં સાઉથ આફ્રિકાને 414 રનનો લક્ષ્ય આપ્યો હતો, પરંતુ સાઉથ આફ્રીકાએ 6 વિકેટ રહેતાં જીત હાંસલ કરી લીધી હતી. જ્યારે ભારતે 7 એપ્રિલ 1976ના રોજ પોર્ટ ઑફ સ્પેનમાં વિંડઝથી મળેલ 406 રનનો લક્ષ્ય 6 વિકેટ રહેતાં હાંસલ કરી લીધો હતો.

India vs England: ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર બોલ્યા, પિચ નહી અમે રોહિત શર્માંના કારણે મેચમાં પાછળIndia vs England: ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર બોલ્યા, પિચ નહી અમે રોહિત શર્માંના કારણે મેચમાં પાછળ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs ENG: numbers indicates that indian team will easily win second test
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X