For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs NZ: રોહિત - કોહલી વિના આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ ઇલેવન

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ માટે વેલિંગ્ટન પહોંચી ગઈ છે. ત્રણ મેચોની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પ્રથમ મેચ 18 નવેમ્બરે રમાશે. ભારતીય ટીમ યુવા ખેલાડીઓ સાથે આ પ્રવાસ પર પહોંચી છે. રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિ

|
Google Oneindia Gujarati News

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ માટે વેલિંગ્ટન પહોંચી ગઈ છે. ત્રણ મેચોની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પ્રથમ મેચ 18 નવેમ્બરે રમાશે. ભારતીય ટીમ યુવા ખેલાડીઓ સાથે આ પ્રવાસ પર પહોંચી છે. રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલી જેવા કેટલાક સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

આ ખેલાડીઓ પર રહેશે નજર

આ ખેલાડીઓ પર રહેશે નજર

ભારતીય ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં છે. આ સાથે જ રીષભ પંતને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શ્રેયસ અય્યર, સંજુ સેમસન, ઈશાન કિશન અને વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓ આ શ્રેણી દ્વારા પોતાની છાપ છોડવા માંગે છે. જ્યારે કુલદીપ યાદવ પાસે પણ ટી20 ટીમમાં વાપસી કરવા માટે આ સીરીઝ મોકો છે. હાર્દિક પંડ્યાને ભાવિ કેપ્ટન માનવામાં આવી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તેની કેપ્ટનશિપની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવનને જાણો

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવનને જાણો

ભારત- શુભમન ગિલ, રીષભ પંત (વિકેટકીપર), શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ.

ન્યુઝીલેન્ડ - ડેવોન કોનવે (wk), કેન વિલિયમસન (wk), ફિન એલન, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન, માઈકલ બ્રેસવેલ, ઈશ સોઢી.

જાણો T20 મેચનું શેડ્યૂલ

જાણો T20 મેચનું શેડ્યૂલ

  • પ્રથમ T20 મેચ - 18 નવેમ્બરે વેલિંગ્ટનમાં
  • બીજી T20 મેચ - 20 નવેમ્બરે માઉન્ટ મૌંગાનુઇ ખાતે
  • ત્રીજી T20 મેચ - 22 નવેમ્બર નેપિયરમાં
T20 માટે ભારતીય ટીમમાં સામેલ ખેલાડીઓ

T20 માટે ભારતીય ટીમમાં સામેલ ખેલાડીઓ

ભારતની સંપૂર્ણ T20 ટીમ - હાર્દિક પંડ્યા (કેપ્ટન), રીષભ પંત, શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ પટેલ. ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs NZ: India's playing XI could be without Rohit - Kohli
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X