IPL 2020 KXIP vs RR: સ્મિથે જીત્યો ટોસ, પ્રથમ બેટીંગ કરશે પંજાબ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 50 મી મેચ અબુધાબીના ગ્રાઉન્ડ પર રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં જીતવું બંને ટીમો પ્લેઓફ રેસમાં રહેવા માટે જરૂરી છે. ક્રિસ ગ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 50 મી મેચ અબુધાબીના ગ્રાઉન્ડ પર રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં જીતવું બંને ટીમો પ્લેઓફ રેસમાં રહેવા માટે જરૂરી છે. ક્રિસ ગેલની વાપસી બાદ પંજાબની ટીમે સતત 5 મેચ જીતી લીધી છે, જ્યારે રાજસ્થાનની ટીમે પણ તેની છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 195 રન ચેઝ કર્યો હતો.

IPL 2020

રાજસ્થાનના કેપ્ટન સ્ટીવ સ્મિથે અબુધાબી મેદાન પર ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીત્યા બાદ કહ્યું કે અમે છેલ્લી મેચથી ખૂબ જ સકારાત્મક અનુભવી રહ્યા છીએ અને પિચનો અંદાજ લગાવી શકતા નથી પરંતુ આશા છે કે ચેઝ કરીને મેચ જીતી શકીશું.

રાજસ્થાન રોયલ્સની ટીમે આજની મેચમાં ફેરફાર કરીને અંકિત રાજપૂતને મુકીને વરૂણ એરોનને જોડ્યો જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે આજની મેચમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. બેન સ્ટોક્સ અને સંજુ સેમસનની બેટિંગ રાજસ્થાન માટે ફરી ફોર્મમાં આવી ગઈ છે, ત્યારે પંજાબ તેમની જીતની ગતિ જાળવી રાખવા માંગશે.

કિંગ્સ ઇલેવન પંજાબની પ્લેઇંગ ઇલેવન: કે.એલ. રાહુલ, મનદીપ સિંઘ, ક્રિસ ગેલ, ગ્લેન મેક્સવેલ, નિકોલસ પુરાન, દિપક હૂડા, ક્રિસ જોર્ડન, મુરુગન અશ્વિન, મોહમ્મદ શમી, અરશદીપ સિંહ, રવિ બિશ્નોઇ.

રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન: બેન સ્ટોક્સ, રોબિન ઉથપ્પા, સંજુ સેમસન, સ્ટીવ સ્મિથ, જોસ બટલર, રાહુલ તેવાટીયા, રાયન પરાગ, જોફ્રા આર્ચર, કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ, વરૂણ આરોન.

આ પણ વાંચો: CSK vs KKR: કોલકાતાએ ચેન્નાઇને આપ્યું 173 રનનું લક્ષ્ય

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X