For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેડ કોચની પસંદગી માટે કપિલ દેવની પેનલ તૈયાર, રવિ શાસ્ત્રીનો દાવો મજબૂત

કપિલ દેવની આગેવાનીવાળી ક્રિકેટ સલાહકાર સમિતિ શુક્રવારે બીસીસીઆઈના મુખ્યાલયમાં ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચના ઈન્ટરવ્યુ માટે બેઠક કરશે.

|
Google Oneindia Gujarati News

કપિલ દેવની આગેવાનીવાળી ક્રિકેટ સલાહકાર સમિતિ શુક્રવારે બીસીસીઆઈના મુખ્યાલયમાં ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચના ઈન્ટરવ્યુ માટે બેઠક કરશે. આ સમિતિમાં કપિલ દેવ ઉપરાંત અંશુમાન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી શામેલ છે. આ સમિતિ હેડ કોચના પદના ઈન્ટરવ્યુ માટે શૉર્ટ લિસ્ટ કરાયેલા ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેશે. આ ઉમેદવારેમાં રવિ શાસ્ત્રા, ટૉમ મૂડી, માઈક હેસન, ફિલ સિમંસ, લાલચંદ રાજપૂત અને રૉબિન સિંહ શામેલ છે. ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદ માટે વર્તમાન કોટ રવિ શાસ્ત્રીની દાવેદારી એક વાર ફરીથી મજબૂત થતી જોવા મળી રહી છે. 2017થી હેડ કોચના પદ પર બિરાજમાન શાસ્ત્રી જો ફરીથી આ પદ પર આવી જાય તો કોઈ આશ્ચર્ય ન થવુ જોઈએ.

ravi shastri

સમાચારો મુજબ ઈન્ટરવ્યુની પ્રક્રિયા શુક્રવારે સવારે 10 વાગીને 30 મિનિટે શરૂ થઈ જશે. પહેલો ઈન્ટરવ્યુ રૉબિન સિંહનો હશે જ્યારે રવિ શાસ્ત્રીનો ઈન્ટરવ્યુ સાંજે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થશે. શાસ્ત્રી હાલમાં ભારતીય ટીમ સાથે કેરેબિયાઈ પ્રવાસ પર છે. વિશ્વ કપ બાદ તેમનો કાર્યકાળ 45 દિવસ સુધી વધારવામાં આવ્યો હતો. શાસ્ત્રી ઉપરાંત મૂડી અને સિમન્સ પણ સ્કાઈપ દ્વારા વીડિયો ઈન્ટરવ્યુ કરશે. માનવામાં આવી રહ્યુ છે કે હેસન ત્રણ સભ્યોની પેનલ સાથે પોતે મુલાકાત કરી શકે છે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યુ, 'દરેક ઉમેદવારને તેમનુ પ્રેઝન્ટેશન આપવા માટે 30 મિનિટનો સમય આપવામાં આવશે.'

તમને જણાવી દઈએ કે ટૉમ મૂડી 2017માં પણ આ પદ માટે અપ્લાય કરી ચૂક્યા છે. એ સમયે ક્રિકેટ સલાહકાર સમિતિમાં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ હાજર હતા. આ પેનલે જ એ સમયે રવિ શાસ્ત્રીને પસંદ કર્યા હતા અને આ વખતે પણ શાસ્ત્રીનો દાવો ખાસ્સો મજબૂત માનવામાં આવી રહ્યો છે. બીસીસીઆઈના અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યુ કે, 'રવિ શાસ્ત્રીએ ખેલાડીઓ સાથે સારા સંબંધો બનાવ્યા છે અને યુવા ખેલાડીઓને મોકા આપવામાં તેમણે મુખ્ય ભૂમિકા નિભાવ છે.' આ ઉપરાંત વિરાટ કોહલી પણ સાર્વજનિક રીતે શાસ્ત્રીને પોતાના મનપસંદ કોચ જણાવી ચૂક્યા છે. જો કે સીએસીએ એ સ્પષ્ટ કર્યુ કે તે કેપ્ટનના કોઈ પણ ઈનપુટને નહિ લે. તેમછતાં શાસ્ત્રીનો ટ્રેક રેકૉર્ડ એટલો ખરાબ નથી કે તેમને ફરીથી પસંદ કરવા પર વિચાર ન કરી શકાય.

આ પણ વાંચોઃ પાક પીએમ ઈમરાનની ધમકી, કાશ્મીર પર જો દુનિયા ચૂપ રહી તો શરૂ થશે હિંસાનો નવો દોરઆ પણ વાંચોઃ પાક પીએમ ઈમરાનની ધમકી, કાશ્મીર પર જો દુનિયા ચૂપ રહી તો શરૂ થશે હિંસાનો નવો દોર

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
kapil dev led panel gets ready to appoint next india coach ravi shastri remain front runner
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X