Video: ધોનીએ એવું કંઈક કર્યું કે રોહિત શર્મા ગભરાઈ ગયા

ભારત અને વેસ્ટઇંડીઝ વચ્ચે પાંચ વનડે મેચની સિરીઝ પુરી થઇ ચુકી છે. ભારતે ટેસ્ટ સિરીઝ સાથે સાથે વનડે સિરીઝમાં પણ વેસ્ટઇંડીઝ ટીમને હરાવ્યું છે.

ભારત અને વેસ્ટઇંડીઝ વચ્ચે પાંચ વનડે મેચની સિરીઝ પુરી થઇ ચુકી છે. ભારતે ટેસ્ટ સિરીઝ સાથે સાથે વનડે સિરીઝમાં પણ વેસ્ટઇંડીઝ ટીમને હરાવ્યું છે. ભારતે પાંચમી વનડે મેચમાં વેસ્ટઇંડીઝ ટીમને 9 વિકેટે હરાવીને સિરીઝ 3-1 ઘ્વારા જીતી લીધી. ટીમ ઇન્ડિયાની જીત પછી બધા જ ખેલાડીઓ હોટલ પહોંચ્યા. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ ખુબ મસ્તી પણ કરી. આ મસ્તી દરમિયાન એક મજેદાર કિસ્સો પણ બન્યો.

rohit sharma

ખરેખર રોહિત શર્માએ 200 છક્કા પુરા કરવા પર એક કેક કાપી. આ દરમિયાન બલૂન લઈને ઉભેલા એમએસ ધોનીએ રોહિત સાથે મસ્તી અને તેમને જાડેજાને રહિતના કાન પાસે બલૂન ફોડવા માટે કહ્યું. જાડેજાએ બિલકુલ તેવું જ કર્યું. જોરદાર અવાઝ સાંભળીને રોહિત શર્મા ડરી ગયા અને તેને જોઈને ધોની સહિતના બીજા ખેલાડીઓ જોર જોરથી હસવા લાગ્યા. આ દરમિયાન રોહિત શર્માએ કેક કાપીને કેદાર જાધવને ખવડાવી અને તેને મોઢા પર કેક લગાવી દીધી. આ વીડિયો બીસીસીઆઈ ઘ્વારા ટવિટ કરવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે પાંચમી વનડે મેચમાં ભારતીય બોલર્સ ઘ્વારા શાનદાર પ્રદર્શન કરતા વેસ્ટઇંડીઝ ટીમને 31.4 ઓવરમાં 104 રન પર ઓલઆઉટ કરી નાખ્યું હતું. આ સરળ લક્ષ્ય ભારતે ફક્ત 14.5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને હાસિલ કરી લીધું. સિરીઝની બીજી મેચ ટાઈ રહી હતી જયારે ત્રીજી મેચમાં વેસ્ટઇંડીઝ જીત્યું હતું.

આ પણ વાંચો: Video: ચાહકે રોહિત શર્માને કિસ કરતા રિતિકાએ કહ્યું- ચહલ આપણી કોમ્પિટિશન વધી ગઈ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X