વોર્નરને સૌથી વધુ વાર આઉટ કરનાર બોલર આર.અશ્વિન

Written By:
Subscribe to Oneindia News

ઑસ્ટ્રેલિયા વિરુદ્ધની બીજી ટેસ્ટ મેચ માં ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 189 રનમાં આઉટ થયા બાદ વાપસી માટે સંઘર્ષ કરી રહી છે. બીજા દિવસે ભારતીય ટીમ માટે ડેવિડ વોર્નર સૌથી મોટો પડકાર હતા, પરંતુ ફરી એકવાર દુનિયાના નંબર 1 બોલર આર.અશ્વિને તેમને પેવેલિયન પહોંચાડતા ભારતીય ક્રિકેટ ટીમ અને ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. અશ્વિને વોર્નરને 33 રનના સ્કોર સાથે પવેલિયન મોકલી આપ્યા છે.

r ashwin

બેંગ્લુરૂ ટેસ્ટમાં વોર્નરને 33 રન પર આઉટ કરવાની સાથે જ અશ્વિને વોર્નરને સૌથી વધુ વખત આઉટ કરવાનો રેકોર્ડ પણ પોતાને નામ કર્યો છે. બેંગ્લુરૂના ચિન્નાસ્વામી મેદાનમાં અશ્વિને ડેવિડ વોર્નરને આઠમી વાર આઉટ કર્યા છે. આ પહેલા આ રેકોર્ડ ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એંડરનના નામે હતો, તેમણે વોર્નરને સાત વાર આઉટ કર્યા છે.

અહીં વાંચો - સીરીઝ હજુ બાકી છે..પૂના ટેસ્ટ અંગે બોલ્યા સચિન તેંડુલકર

અશ્વિને વોર્નરને આગળ ક્યારે અને કેટલીવાર પવેલિયન પહોંચાડ્યા છે?

  • જાન્યુઆરી 2012, એડિલેડ, 28 રન
  • ફેબ્રુઆરી 2013, ચેન્નાઇ, 59 રન
  • માર્ચ 2013, હૈદ્રાબાદ, 26 રન
  • ડિસેમ્બર 2014, મેલબર્ન, 40 રન
  • જાન્યુઆરી 2015, સિડની, 101 રન
  • જાન્યુઆરી 2015, સિડની, 4 રન
  • ફેબ્રુઆરી 2017, પૂના, 10 રન
  • માર્ચ 2017, બેંગ્લુરૂ, 33 રન
English summary
R Ashwin send David Warner to pavilion for the maximum times. He sends Warner 8th time to the pavilion maximum after James Anderson.
Please Wait while comments are loading...