વિરાટ અને અનુષ્કાનું ઉત્તરાખંડ સાથે છે શું લવ કનેક્શન?

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ગઇ કાલે ઉત્તરાખંડ પહેંચ્યા હતા, આ બંન્ને ઉત્તરાખંડમાં સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરશે.

ટીમ ઇન્ડિયાના ટેસ્ટ ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા શનિવારે ઉત્તરાખંડ પહોંચ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બંન્ને અહીં ક્રિસમસ પાર્ટી માટે આવ્યા છે, આ બંન્નેએ તેમની ઉત્તરાખંડની વિઝિટ અંગે મીડિયાને કોઇ નિવેદન આપ્યું નથી. ઉત્તરાખંડ વિરાટ અને અનુષ્કા બંન્ને માટે ખાસ છે, કેમ એ અમે તમને જણાવીશું.

virat anushka

ટીમ ઇન્ડિયાના સ્ટાર વિરાટ કોહલી રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર છે અને અનુષ્કા શર્માનો ઉત્તરાખંડ સાથે લાગણીઓનો સંબંધ છે. અનુષ્કા શર્માની મમ્મી આશિમા શર્મા મૂળ ગઢવાલી છે. અનુષ્કાના પિતા કર્નલ અજય કુમાર શર્મા આર્મી ઓફિસર છે, જે મૂળ યુપીના છે, પરંતુ ખાસો સમય ઉત્તરાખંડમાં ગાળી ચુક્યાં છે. અનુષ્કાની નાનીનું ઘર દૂનમાં છે, તે દૂનમાં નેશવિલા રોડ પર રહે છે.

અહીં વાંચો - ફોર્બ્સ મેગેઝિનના લિસ્ટમાં સલ્લુ ટોપ પર, જાડેજાની એન્ટ્રી, ફેમ લિસ્ટમાં વિરાટ સૌથી આગળ

અનુષ્કા શર્માએ પોતાના ઇન્ટરવ્યૂમાં ઘણી વાર ઉત્તરાખંડને ઉલ્લેખ કર્યો છે. થોડા સમય પહેલાં જ સોનીના પોપ્યૂલર ટીવી શો 'ધ કપિલ શર્મા શો'માં અનુષ્કાએ ગઢવાલી અને કુમાઉની ગીતો ગાઇ પોતાનો ઉત્તરાખંડ પ્રત્યેનો પ્રેમ જાહેર કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X