For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ તેવતિયાએ 12 બોલમાં 45 રન ફટકાર્યા, ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું

રાહુલ તેવતિયાએ 12 બોલમાં 45 રન ફટકાર્યા, ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ના નવમા મુકાબલામાં રનનો વરસાદ થયો હતો. બંને ટીમ (રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબે) 200થી વધુ રન બનાવ્યા. મેચ દરમ્યાન કુલ 29 છગ્ગા લાગ્યા. આ મેચમાં કેટલાય રેકોર્ડ્સ બન્યા અને કેટલાય ટૂટ્યા. કિંગ્સ ઈલેવન પંજાબે પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં 2 વિકેટ પર 223 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાને 19.3 ઓવરમાં 6 વિકેટ પર 226 રન બનાવી મેચ જીતી લીધી.

rahul tewatiya

આ મેચમાં પંજાબ તરફથી મયંક અગ્રવાલે સદી ફટકારી. જ્યારે રાજસ્થઆનના સંજૂ સેમસને 42 બોલમાં 85 રનની ધુઆંધાર ઈનિંગ રમી. રાજસ્થઆનને જીત અપાવવામાં રાહુલ તેવતિયાનો મહત્વનો રોલ રહ્યો. તેમણે 7 છગ્ગાની મદદથી 31 બોલમાં 53 રન બનાવ્યા. ખાસ એ રહ્યું કે રાહુલ તેવતિયાએ શરૂઆતી 19 બોલમાં માત્ર 8 રન જ બનાવ્યા હતા. જેમાં તેમણે એકવાર પણ બોલને બાઉન્ડ્રી લાઈનની બહાર નહોતી પહોંચાડી શક્યા, પરંતુ અંતિમ 12 બોલમાં તેમણે ઈતિહાસ રચી નાખ્યો. તેવતિયાએ અંતિમ 12 બોલમાં 7 છગ્ગાની મદદથી 45 રન બનાવ્યા. જેમાંથી એક બોલ તેમમે ડૉટ રમી અને એક બોલ પર આઉટ થયા.

આ પણ વાંચો

તેવતિયાની આ ઈનિંગનો જ કમાલ રહ્યો કે રાજસ્થઆન રોયલ્સે આઈપીએલના ઈતિહાસનો સૌથી મોટો લક્ષ્ય હાંસલ કરી લીધો. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે અંતિમ 5 ઓવરમાં 85 રન બનાવ્યા, જે એક નવો રેકોર્ડ છે. અગાઉ આ ઉપલબ્ધી મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી ચેન્નઈ સુપર કિંગ્સના નામે હતી. ચેન્નઈએ 2012માં ઘરેલૂ મેદાન પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ મેચમાં અંતિમ પાંચ ઓવરમાં 77 રન બનાવ્યા હતા.

અગાઉ પણ હાઈએસ્ટ સક્સેસફુલ ચેજનો રેકોર્ડ રાજસ્થઆન રોયલ્સના નામે જ નોંધાયેલો હતો. તેમણે 2008માં ડેક્કન ચાર્જર્સ વિરુદ્ધ હૈદરાબાદના મેદાનમાં 215 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. સૌથી મોટો લક્ષ્ય હાંસલ કરવાના મામલે હવે દિલ્હી કેપિટલ્સ ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. જેણે 2017માં ગુજરાત લાયન્સ વિરુદ્ધ અરુણ જેટલી સ્ટેડિયમમાં 209 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
When rahul tewatiya smashes 45 runs in just 12 balls
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X