For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મેળવેલા કાંસ્ય પદક

|
Google Oneindia Gujarati News

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 15 સુવર્ણ પદકો સહિત કુલ 64 પદક હાંસલ કરીને પદક તાલિકામાં પાંચમુ સ્થાન મેળવ્યું છે. ભારતીય ખેલાડીઓએ દેશ માટે 15 સુવર્ણ, 30 રજત અને 19 કાંસ્ય પદક જીત્યા છે. કોમનવેલ્થ ગેમ્સના અંતિમ દિવસે રવિવારે ભારતે એક સુવર્ણ પદક અને બે રજત પદક જીત્યા હતા.

ઇંગ્લેન્ડે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા સર્વાધિક 58 સુવર્ણ પદકો સહિત 174 પદક હાસલ કરીને 1986 બાદ ટોચના સ્થાને પુનરાગમન કર્યું છે. ઇગ્લેન્ડે 59 રજત અને 57 કાંસ્ય પદક જીત્યા છે. બીજી તરફ ગત કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ રહેનાર ઓસ્ટ્રેલિયા આ વખતે બીજા ક્રમે આવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ 49 સુવર્ણ, 42 રજત અને 46 કાંસ્ય પદક સાથે 137 પદક જીત્યા છે. કેનેડા ત્રીજા સ્થાને રહ્યું છે, તેણે 32 સુવર્ણ, 16 રજત અને 34 કાંસ્ય પદક જીત્યા છે. સ્કોટલેન્ડે ઇતિહાસ રચતા કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને 53 પદક હાંસલ કર્યાં છે, તેણે 19 સુવર્ણ, 15 રજત અને 19 કાંસ્ય પદક જીત્યાં છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ભારતના કયા કયા ખેલાડીએ કાંસ્ય પદક જીત્યો છે.

આ પણ વાંચોઃ- કોમનવેલ્થ ગેમ્સનું સમાપનઃ ભારતે મેળવેલા પદક પર એક નજર
આ પણ વાંચોઃ- કોમનવેલ્થ ગેમ્સનું સમાપનઃ ભારતે મેળવેલા રજત પદક

ગણેશ માલી- કાંસ્ય પદક

ગણેશ માલી- કાંસ્ય પદક

ગણેશ માલીએ પુરુષ વેટલિફ્ટિંગ 56 કેજીમાં કાંસ્ય પદક જીત્યો છે.

કલ્પના થોડમ-કાંસ્ય પદક

કલ્પના થોડમ-કાંસ્ય પદક

કલ્પના થોડમે મહિલા જુડો 52 કેજીમાં કાંસ્ય પદક જીત્યો છે.

સ્વાતિ સિંહ- કાંસ્ય પદક

સ્વાતિ સિંહ- કાંસ્ય પદક

સ્વાતિ સિંહે મહિલા 53 કેજી વેટલિફ્ટિંગ કેટેગરીમાં કાંસ્ય પદક જીત્યો છે.

રાજવિંદર કૉર- કાંસ્ય પદક

રાજવિંદર કૉર- કાંસ્ય પદક

રાજવિંદર કૉરે મહિલા +78 કેજી જૂડોમાં કાંસ્ય પદક જીત્યો છે

ઓમકાર કતારી- કાંસ્ય પદક

ઓમકાર કતારી- કાંસ્ય પદક

ઓમકાર કતારીએ પુરુષ 69 કેજી વેટલિફ્ટિંગમાં કાંસ્ય પદક જીત્યો છે.

મહોમ્મદ અસબ- કાંસ્ય પદક

મહોમ્મદ અસબ- કાંસ્ય પદક

મહોમ્મદ આસબે પુરુષ શૂટિંગ ડબલ ટ્રેપમાં કાંસ્ય પદક જીત્યો છે

પુનમ યાદવ- કાંસ્ય પદક

પુનમ યાદવ- કાંસ્ય પદક

પુનમ યાદવે મહિલા વેટલિફ્ટિંગ 63 કેજીમાં કાંસ્ય પદક જીત્યો છે.

માનવજીત સંધુ-કાંસ્ય પદક

માનવજીત સંધુ-કાંસ્ય પદક

માનવજીત સંઘુએ મેન્સ ટ્રેપમાં કાંસ્ય પદક જીત્યો છે.

ગગન નારંગ- કાંસ્ય પદક

ગગન નારંગ- કાંસ્ય પદક

ગગન નારંગે 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં કાંસ્ય પદક મેળવ્યો છે.

લજ્જા ગૌસ્વામી- કાંસ્ય પદક

લજ્જા ગૌસ્વામી- કાંસ્ય પદક

લજ્જા ગૌસ્વામીએ મહિલા 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં કાંસ્ય પદક મેળવ્યો છે.

ચંદ્રકાંત માલી- કાંસ્ય પદક

ચંદ્રકાંત માલી- કાંસ્ય પદક

ચંદ્રકાંત માલીએ પુરુષ 94 કેજી વેટલિફ્ટિંગમાં કાંસ્ય પદક જીત્યો છે.

નવજોત કૌર- કાંસ્ય પદક

નવજોત કૌર- કાંસ્ય પદક

નવજોત કૌરે મહિલા કુશ્તિ 69 કેજીમાં કાંસ્ય પદક જીત્યો છે.

દીપા કરમાકર- કાંસ્ય પદક

દીપા કરમાકર- કાંસ્ય પદક

દીપા કરમાકરે મહિલા વોલ્ટ જિમનાસ્ટિકમાં કાંસ્ય પદક જીત્યો છે.

પવન કુમાર- કાંસ્ય પદક

પવન કુમાર- કાંસ્ય પદક

પવન કુમારે પુરુષ કુશ્તિ 86 કેજીમાં કાંસ્ય પદક જીત્યો છે.

પિંકી જાંગરા- કાંસ્ય પદક

પિંકી જાંગરા- કાંસ્ય પદક

પિંકી જાંગરા મહિલા મુક્કેબાજી 48-51 કેજીમાં કાંસ્ય પદક જીત્યું છે.

સકીના ખાતૂન- કાંસ્ય પદક

સકીના ખાતૂન- કાંસ્ય પદક

સકીના ખાતૂને મહિલા લાઇટવેઇટ પાવર લિફ્ટિંગમાં કાંસ્ય પદક જીત્યો છે.

પીવી સિંધુ- કાંસ્ય પદક

પીવી સિંધુ- કાંસ્ય પદક

પીવી સિંધુએ મહિલા સિંગલ બેડમિન્ટનમાં કાંસ્ય પદક જીત્યો છે.

આરએમવી ગુરુસાઇ દત્ત- કાંસ્ય પદક

આરએમવી ગુરુસાઇ દત્ત- કાંસ્ય પદક

આરએમવી ગુરુસાઇ દત્તે પુરુષ સિંગલ બેડમિન્ટનમાં કાંસ્ય પદક જીત્યો છે.

અરપિંદર સિંહ- કાંસ્ય પદક

અરપિંદર સિંહ- કાંસ્ય પદક

અરપિંદર સિંહે પુરુષ તિહરી કૂદમાં કાંસ્ય પદક જીત્યો છે.

English summary
India ended the 20th Commonwealth Games 2014 in Glasgow with 64 medals. They finished at fifth position. The Games concluded on Sunday. England topped the standings with 174 medals (58 Gold, 59 Silver, 57 Bronze).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X