For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલી ટેસ્ટ, પહેલી સદી ને ધવને બનાવ્યો વિશ્વ રેકોર્ડ

By Super
|
Google Oneindia Gujarati News

Shikhar-Dhawan
ઇન્દ્રદેવના વિઘ્ન વચ્ચે મોહાલી ખાતે શરૂ થયેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો છે. ઓસ્ટ્રેલિયા દ્વારા પ્રથમ ઇનિંગમાં બનાવેલા 408 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ટીમ ઇન્ડિયા તરફથી ઓપનિંગ કરનારા શિખર ધવને માત્ર 85 બોલમાં સદી ફટકારી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો છે. આ સાથે જ તે પોતાની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારનાર 13મો ભારતીય ખેલાડી બન્યો છે.

પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઇ ગયા બાદ ત્રીજી ટેસ્ટની શરૂઆત બીજા દિવસે થઇ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઇનિંગમાં 408 રન બનાવ્યા હતા. 408 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ટીમ ઇન્ડિયા તરફથી ઓપનિંગ શરૂઆત મુરલી વિજય અને શિખર ધવને કરી હતી. જો કે, ભારતીય વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગને આદર્શ માનતા શિખર ધવને વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરતા માત્ર 85 ઓવરમાં જ સદી ફટકારી દીધી હતી. જેમાં તેણે 21 ચોગ્ગા ફટકાર્યા હતા.

આ સાથે જ તે વિશ્વ ક્રિકેટનો પહેલો ખેલાડી બની ગયો હતો કે જેણે ટેસ્ટ ક્રિકેટમાં આટલી ઝડપી ટેસ્ટ સદી ફટકારી હોય અને એ પણ માત્ર પહેલા સેશનમાં અત્યારસુધી એકપણ ખેલાડી પહેલાં સેશનમાં સદી ફટકારી શક્યો નથી. એટલું જ નહીં પરંતુ તે પોતાની પર્દાર્પણ ટેસ્ટમાં સદી ફટકારના 13માં ભારતીય ખેલાડી બનાવની સિદ્ધિ પણ હાંસલ કરી છે.

અત્રે નોંધનીય છે કે, જે રીતે તેણે રણજી મેચોમાં અને હવે ટેસ્ટ ક્રિકેટની પ્રથમ જ ટેસ્ટમાં બેટિંગ કર્યું છે, તેને લઇને હવે એ મદ્દે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે કે હવે તે વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગનું સ્થાન લેવા માટે સક્ષમ છે. તેની વિસ્ફોટક બેટિંગને જોઇને તેને સહેવાગના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે.

ચાલો નજર ફેરવીએ શિખર ધવન પહેલા કયા ભારતીયએ પોતાની ડેબ્યુ મેચમાં સદી ફટકારી છે.

ખેલાડી----પહેલી ટેસ્ટ સદી----બોલ---ચોગ્ગા---છગ્ગા---વિરોધી દેશ---સ્થળ--- તારીખ

એલ અમરનાથ---118---0---21---0---ઇંગ્લેન્ડ---મુંબઇ--- 15 ડિસેમ્બર 1933

આરએચ શોધન---110---0---15---0---પાકિસ્તાન---કોલકતા--- 12 ડિસેમ્બર 1952

એજી ક્રિપાલ સિંહ---100*---0---0---0---ન્યુઝીલેન્ડ---હૈદરાબાદ--- 19 નવે. 1955

એએ બૈઇગ---112---0---12---0--- ઇંગ્લેન્ડ---23 જુલાઇ 1959

હુનમંત સિંહ---105---0---16---0---ઇંગેલન્ડ--- દિલ્હી---8 ફેબ્રુઆરી 1984

જીઆર વિશ્વનાથ---137---0---25---0---ઓસ્ટ્રેલિયા---કાનપુર--- 15 નવે. 1969

એસ અમરનાથ---124---0---16 ---1--ન્યુઝીલેન્ડ--- ઓકલેન્ડ---24 જાન્યુઆરી 1976

અઝહરુદ્દિન---110---322---10 ---0---ઇંગ્લેન્ડ--- કોલકતા---31 ડિસેમ્બર 1984

પીકે આમરે---103---299---11---0---સાઉથ આફ્રિકા---ડરબન---13 નવે. 1992

સૌરવ ગાંગુલી---131----301---20---0 --- ઇંગ્લેન્ડ--- લોર્ડ્સ--- 20 જુન 1996

વિરેન્દ્ર સેહવાગ---105---173---19---0---સાઉથ આફ્રિકા---બ્લોએમફોન્ટેન---3 નવે. 2001

સુરેશ રૈના---120--- 228 --- 12--- 2---શ્રીલંકા--- કોલંબો---- 26 જુલાઇ 2010

શિખર ધવન---106* ---90----21----0----ઓસ્ટ્રેલિયા---મોહાલી---14 માર્ચ 2013

English summary
Dhawan races to fastest debut ton
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X