કેપ્ટનશીપ અંગેનો નિર્ણય પસંદગીકારો કરશેઃ ધોની

dhoni
કોલકતા, 9 ડિસેમ્બરઃ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ રવિવારે કહ્યું કે તેમણે સુકાની તરીકે યથાવત રહેવું જોઇએ કે નહીં તે અંગેનો નિર્ણય પસંદગીકારો કરશે.

કોલકતામાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ સાત વિકેટે પરાજય મળ્યા બાદ ધોનીએ આ વાત મીડિયાને કરી હતી.

ધોનીએ કહ્યું કે, મારા માટે એ કહેવું ઘણું સહેલું રહેશે કે હું સુકાની પદ છોડી રહ્યો છું અને માત્ર ટીમનો એક સભ્ય છું, પરંતુ તેમ કહેવું એ પોતાની જવાબદારીથી ભાગવા જેવું ગણાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તેના પર નીર્ણય કરશે.

મારી જવાબદારીએ છે કે ટીમને એકજૂટ કરીને આગામી મેચ માટે તૈયાર રહું. તેમ ધોનીએ કહ્યું છે. નોંધનીય છે કે, ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારત 1-2થી પાછળ છે.

ધોનીએ કહ્યું કે, જ્યારે તમારી ટીમ સારું પ્રદર્શન ના કરતી હોય ત્યારે તમારે ટીમને એકજૂટ કરવી પડે છે અને તેને સાચી દિશા દેખાડવાનો પ્રયાસ કરવો પડે છે.

કેપ્ટનશીપ અંગે પૂછતા તેણે આ નીર્ણય પસંદગીકારો પર છોડ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X