For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મને રાજીનામું આપવા ધમકાવી ના શકાય: શ્રીનીવાસન

|
Google Oneindia Gujarati News

n srinivasan
મુંબઇ, 25 મે : બીસીસીઆઇ અધ્યક્ષ એન શ્રીનીવાસને જણાવ્યું કે તેઓ રાજીનામું નહીં આપે અને કોઇના દબાણમાં પણ નહીં આવે. મુંબઇ ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવેલ તેમના જમાઇ ગુરુનાથ મયપ્પન સાથે મુલાકાત કરવા મુંબઇ પહોંચેલા શ્રીનીવાસને એરપોર્ટ પર કહ્યું કે તેમનો રાજીનામુ આપવાનો કોઇ ઇરાદો નથી અને તેમને રાજીનામુ આપવા માટે ડરાવી કે ધમકાવી શકાય નહીં.

આ પહેલા શ્રીનીવાસને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ રાજીનામુ આપવા નથી જઇ રહ્યા. સાથે સાથે તેમણે જણાવ્યું કે તેમના જમાઇ થકી તેમને ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર બીસીસીઆઇમાં શ્રીનીવાસન અલગ પડી ગયા છે અને તેમને શ્રેષ્ઠ પદ પરથી હટાવવાની ચહેલ પહેલ શરૂ થઇ ગઇ છે. સૂત્રો અનુસાર શ્રીનીવાસન જો રાજીનામુ ના આપે તો તેમને સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા શરૂ કરવા બોર્ડના સભ્યો વિચાર કરી રહ્યા છે. આના માટે તેઓ પૂર્વ બીસીસીઆઇ અધ્યક્ષ શંશાક મનોહરની સર્વિસનો ઉપયોગ કરવા માગે છે, જેમની ઇમેજ સાફસુથરી છે.

બીસીસીઆઇના એક શ્રેષ્ઠ અધિકારી અનુસાર અત્યાર સુધી નવા અધ્યક્ષની ચૂંટણી નહી થતી, ત્યાં સુધી મનોહરે અંતિમ આધાર પર આ પદની જવાબદારી સંભાળવાની સહમતી આપી દીધી છે.

English summary
I cannot not be bulldozed into resigning, says BCCI chief N Srinivasan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X