પંકજ અડવાણી વિશ્વ ચેમ્પિયન બનતા ભારતીયો ખુશ

પકંજનું કહેવું છે કે જ્યારે કારકિર્દીમાં આવી તકો આવી અને મારે કોઇ એક ખેલને પસંદ કરવાની ફરજ પડી ત્યારે હું ખિતાબ જીતવામાં સફળ રહ્યો છું. 2006માં એશિયાઇ ખેલોમાં પંકજે જીત હાંસલ કરી હતી. બેંગ્લોરના 27 વર્ષીય ખેલાડીએ કહ્યું કે, હવે હું રાહતની લાગણી અનુભવી રહ્યો છું. મે મારા મનનો અવાજ સાંભળ્યો છે.
પંકજે આ જીત સાથે પોતાનો સાતમો ખિતાબ જીત્યો છે. તેની જીત પર દેશમાં ખુશીનો માહોલ છે, લંડન ઓલિમ્પિક 2012 બાદ વિશ્વ સ્તર પર ભારત માટે આ મોટી સફળતાં છે. આ પહેલા સાઇના નહેવાલે ડેનમાર્ક ઓપન જીતીને સફળતાં અપાવી હતી. આ એક એવો દોર છે જ્યારે ભારત ક્રિકેટ સિવાયની રમતોમાં સફળતાં હાંસલ કરી રહ્યું છે. લંડન ઓલિમ્પિકમાં ભારતે છ મેડલ મેળવ્યા હતાં.












Click it and Unblock the Notifications
