For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાગ્યશાળી છું કે ભારત માટે રમવાની તક મળી: દ્રવિડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 મે: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહેલી રાજસ્થાન રોયલ્સ ટીમના કપ્તાન રાહુલ દ્રવિડે પોતાને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી સમ્માનિત કરવા બદલ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે તેમના માટે સમ્માનની વાત છે.

રૂપા એન્ડ કંપની લિમિટેડ દ્વારા આયોજિત સમ્માન સમારંભમાં દ્રવિડે કહ્યું કે 'એ સમ્માનની વાત છે. જ્યારે આપ રમવાની શરૂઆત કરો છો તો આપ પુરસ્કાર અને સમ્માન અંગે નથી વિચારતા. આપ એટલા માટે રમો છો કે આપને આ રમત સાથે પ્રેમ હોય છે અને રમવાનું જારી રાખવા માટે કોઇ કારણ નથી હોતું.'

દ્

rahul dravid
રવિડે જણાવ્યું કે 'દ્રવિડે જણાવ્યું કે સમય વિત્યા બાદ જ્યારે આપનું સમ્માન થાય છે અને સરકાર પણ આપનું સમ્માન કરે છે ત્યારે એ ગર્વની વાત હોય છે.' રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પાંચ એપ્રિલના રોજ દ્રવિડને દેશના ત્રીજા મોટા નાગરિક સમ્માનથી પુરસ્કૃત કર્યા હતા.

દ્રવિડે જણાવ્યું કે તે ભાગ્યશાળી છે કે ભારત જેવા દેશમાં જ્યાં ક્રિકેટને ધર્મનો દરજ્જો પ્રાપ્ત છે, તેમને 16 વર્ષ સુધી દેશ માટે રમવાની તક મળી. દ્રવિડના કહેવા પ્રમાણે 'હું ખુબ જ ભાગ્યશાળી છું કે મે દેશ માટે ક્રિકેટ રમી, જે દેશની સૌથી મોટી રમત છે. અહીં તો તેને ધર્મનો દરજ્જો પ્રાપ્ત છે અને આવા દેશ માટે રમીને હું ધન્યતા અનુભવું છું.'

English summary
I was lucky to play for India said Rahul Dravid.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X