જેલમાંથી છૂટ્યા બાદ શ્રીસંત બોલ્યો, 'નહીં ભૂલું એ 27 દિવસ!'
નવી દિલ્હી, 13 જૂન: આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલામાં 27 દિવસ તિહાડ જેલમાં વિતાવી ચૂક્યા બાદ જામીન પર છૂટેલા રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર એસ શ્રીસંત હજી પણ આઘાતમાં છે. જેલમાં વિતાવેલા પોતાના જીવનના સૌથી ખરાબ દિવસોને તે યાદ કરીને કહે છે કે મેં જેલમાં વિતાવેલ તે 27 દિવસોને ક્યારેય નહીં ભૂલું.
શ્રીસંતે જણાવ્યું કે જેલમાં કાઢેલો મારો સમય ખૂબ જ ખરાબ હતો. અને મને આ સમય આખી જીંદગી યાદ રહેશે. શ્રીસંતે પોતાને નિર્દોષ ગણાવતા કહ્યું કે તેમને દેશની ન્યાય પ્રક્રિયા પર પૂરેપૂરો ભરોશો છે અને તેઓ તપાસ પ્રક્રિયામાં સંપૂર્ણ સાથ સહકાર આપશે.

બંને ખેલાડીઓ ઉપરાંત કોર્ટે 17 અન્ય આરોપીઓને રાહત આપી છે. જેમાં 14 સટ્ટેબાજોનો સમાવેશ થાય છે. તેમને 50 હજાર રૂપિયાના બોન્ડ અને એટલા જ રૂપિયાના દંડ પર જામીન આપવામાં આવી.












Click it and Unblock the Notifications
