For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CLT20ના ઇતિહાસમાં આ ખેલાડીઓ એ ફટકારી છે ફાસ્ટેસ્ટ અડધી સદી

|
Google Oneindia Gujarati News

ભારતની ધરતી પર ચેમ્પિયન્સ લીગ ટી20ની છઠ્ઠી શ્રેણીની શરૂઆત થઇ ગઇ છે. રાયપુર ખાતે રમાઇ રહેલી ક્વોલિફાયર મેચોમાં નોર્થર્ન નાઇટ્સે સારું પ્રદર્શન કર્યું છે અને 8 પોઇન્ટ સાથે પહેલા ક્રમે છે, જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ અને લાહોર લાયન્સ 4-4 અંક સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે.

ચેમ્પિયન્સ લીગની પાંચમી શ્રેણી અંગે વાત કરીએ તો તેમા અનેક તોફાની બેટિંગ જોવા મળી હતી. રોહિત શર્માએ સૌથી વધારે છગ્ગા ફટકાર્યા હતા તો અજિંક્ય રહાણેએ સૌથી વધારે ચાર અડધી સદી ફટકારી હતી. પાંચમી શ્રેણીમાં માત્ર બે જ સદી નોંધાઇ હતી અને એ હાઇવેલ્ડ લાયન્સના ક્વિન્ટોન ડે કોક અને ઓતાગો વોલ્ટ્સના નેઇલ બ્રૂમે ફટકારી હતી. જોકે અહીં અમે વાત ટી20 લીગની ગત પાંચ શ્રેણીઓમાં ફટાકરવામાં આવેલા સૌથી ઝડપી અડધી સદી અંગે વાત કરી રહ્યાં છીએ, જેમાં ભારતની બે ટીમ એટલેકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી બે ખેલાડીઓ અનુક્રમે ક્રિસ ગેઇલ અને મહેન્દ્ર સિંહ ધોની દ્વારા સૌથી ઝડપી અડધી સદી ફટકારવામાં આવી હતી. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ચેમ્પિયન્સ લીગમાં ફટકારવામાં આવેલી પાંચ સૌથી ઝડપી અડધી સદી.

આ પણ વાંચોઃ- ગુમનામ થઇ ગયા ટીમ ઇન્ડિયાના આ 14 ક્રિકેટર્સ
આ પણ વાંચોઃ- આ સુંદરીઓ લગાવે છે ભારતીય સ્પોર્ટ્સમાં ગ્લેમરસનો તડકો

રાયન ટેન ડોશ્ચોતે

રાયન ટેન ડોશ્ચોતે

ટીમઃ- ઓટાગો વોલ્ટ્સ
રાયન ટેન ડોશ્ચોતે 2013માં રમાયેલી ચેમ્પિયન્સ લીગ ટી20માં પર્થ સ્કોર્ચર્સ ટીમની સામે માત્ર 21 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે 26 બોલમાં 66 રન કર્યા હતા, જેમાં ત્રણ ચોગ્ગા અને છ છગ્ગા સામેલ છે.

એવિન લેવિસ

એવિન લેવિસ

ટીમઃ- ટ્રિનિડાડ એન્ડ ટોબેગો
એવિન લેવિસે ચેમ્પિયન્સ લીગ 2013માં ગ્રુપ મેચો દરમિયાન 21 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે 35 બોલમાં 70 રન કર્યા હતા. જેમે તેણે 7 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.

ક્રિસ ગેઇલ

ક્રિસ ગેઇલ

ટીમઃ- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા માત્ર 20 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે 41 બોલમાં 92 રન બનાવ્યા હતા, જેમાં આઠ ચોગ્ગા અને આઠ છગ્ગા હતા.

કિરોન પોલાર્ડ

કિરોન પોલાર્ડ

ટીમઃ- ટ્રિનિડાડ એન્ડ ટોબેગો
2009માં ટ્રિનિડાડ એન્ડ ટોબેગો તરફથી રમતા કિરોન પોલાર્ડે માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે 5 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 18 બોલમાં 54 રન બનાવ્યા હતા.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

ટીમઃ- ચેન્નાઇ સુપર કિંગ્સ
ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ સુકાની અને ચેન્નાઇ સુપર કિંગ્સના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ચેમ્પિયન્સ લીગ ટી20ના ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારેલી છે. તેણે માત્ર 16 બોલમાં 50 રન બનાવી લીધા હતા. ધોનીએ આઠ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 19 બોલમાં 63 રન બનાવ્યા હતા.

English summary
In CLT20 history these 5 players did fastest half-centuries
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X