For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત મિશ્રાએ કરી શ્રીનાથના રેકોર્ડની બરાબરી

|
Google Oneindia Gujarati News

બુલાવાયો, 4 ઑગસ્ટઃ બે વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં પુનરાગમન કરનાર અમિત મિશ્રાએ ઝિમ્બાવ્વે સામે પાંચમી અને અંતિમ મેચમાં 48 રન બનાવીને છ વિકેટ લઇને એક શ્રેણીમાં સર્વાધિક વિકેટ મેળવવાના જગવલ શ્રીસંથના રેકોર્ડની બરાબરી કરી છે. મિશ્રાના પ્રદર્શનથી ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાવ્વે 39.5 ઓવરોમાં 163 રનમાં ઓલ આઉટ કરી દીધું.

આ શ્રેણીમાં મિશ્રાએ પાંચ મેચોમાં 18 વિકેટ લીધી છે. કોઇપણ બે પક્ષીય શ્રેણીનો આ એક રેકોર્ડ છે. આ શ્રેણીમાં મિશ્રાનું બોલિંગ પ્રદર્શન આ પ્રકારે છે. 3/43, 2/46, 4/47, 3/25 અને 6/48.

amit-mishra
મિશ્રાએ પાંચ મેચોમાં 18 વિકેટ લીધી જ્યારે જ્યારે શ્રીનાથે સાત મેચોમાં આટલી જ વિકેટ લીધી હતી. શ્રીનાથે વર્ષ 2002 અને 2003માં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 398 બોલમાં 201 રન આપીને 18 વિકેટ લીધી હતી. બીજી તરફ મિશ્રાએ 285 બોલમાં 209 રન આપીને 18 વિકેટ લીધી હતી. મિશ્રાએ પોતાની અંતિમ મેચ વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ જૂન 2011માં રમી હતી.
English summary
India's legspinner Amit Mishra took six wickets for 48 runs against Zimbabwe here on Saturday to equal the world record for most wickets in a bilateral series.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X