ટી20 રેન્કિંગમાં ટીમ ઇન્ડિયા ત્રીજા સ્થાને

વિશ્વકપમાં વેસ્ટઇન્ડિઝ ટીમ સાતમાં ક્રમે હતી. પરંતુ વિશ્વકપ પૂર્ણ થયો ત્યાં સુધીમાં તે બીજા સ્થાને પહોંચી ગઇ છે. આ ઉપરાંત શ્રીલંકા પહેલા સ્થાન પર, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા રેન્કિંગ ક્રમશઃ ચોથા, પાંચમા અને સાતમા નંબર પર છે.
બીજી તરફ બેટિંગ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડનો બ્રેડન મેક્કુલમ પ્રથમ, ક્રિસ ગેઇલ બીજા અને શેન વોટ્સન ત્રીજા સ્થાન પર છે. ભારત તરફથી સુરેશ રૈના પાંચમાં સ્થાન પર અને વિરાટ કોહલી દસમાં સ્થાન પર છે.
પોતાના શાનદાર પ્રદર્શન થકી વેસ્ટઇન્ડિઝને વિશ્વવિજેતા કરનાર મર્લોન સેમ્યુઅલ્સ ટી20 બેટ્સમેનોની રેન્કિંગમાં ટોપ 20માં શામેલ થઇ ગયો છે. તે રેન્કિંગમાં 18માં ક્રમ પર છે. બીજી તરફ સુનીલ નારાયણે પણ ટી20 બોલિંગ રેન્કિંગમાં ટોપ 20માં સ્થાન મેળવવામાં સફળતા હાંસલ કરી છે.
| ટીમ | અંક | રેટિંગ |
| શ્રીલંકા | 1524 | 127 |
| વેસ્ટઇન્ડિઝ | 1450 | 121 |
| ભારત | 1322 | 120 |
| ઇન્ગલેન્ડ | 1647 | 118 |
| દક્ષિણ આફ્રિકા | 1526 | 117 |
| પાકિસ્તાન | 2088 | 116 |
| ઓસ્ટ્રેલિયા | 1615 | 108 |
| ન્યૂઝીલેન્ડ | 1261 | 97 |
| બાંગ્લાદેશ | 597 | 85 |
| આયરલેન્ડ | 659 | 82 |
| ઝિમ્બાબ્વે | 306 | 44 |












Click it and Unblock the Notifications
