For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T-20 વર્લ્ડ કપ: ભારતે અફઘાનિસ્તાનને 23 રનથી પછાડ્યું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

yuvraj-kohli
કોલંબો, 20 સપ્ટેમ્બર: ટ્વેન્ટી20 વર્લ્ડ કપમાં ભારતે અફઘાનિસ્તાન વિરૂદ્ધ સુંદર પ્રદર્શન કરતાં પ્રથમ મેચમાં વિજય મેળવી લીધો છે. બુધવારે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રમાયેલી પ્રથમ મેચમાં ધોની સેનાએ અફધાનિસ્તાનને 23 રનથી હરાવી વિજય પ્રાપ્ત કર્યો છે. ભારતે અફઘાનિસ્તાન સમક્ષ 160 રનનો લક્ષ્ય મૂક્યો હતો જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 19.3 ઓવરમાં 136 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી.

અફધાનિસ્તાનની ટીમે ટૉસ જીતી ભારતને પ્રથમ બેટીંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારતના ઓપનર ખેલાડી ગૌતમ ગંભીર અને વિરેન્દ્ર સહેવાગ ફરી એકવાર નિષ્ફળ પુરવાર થયાં હતાં. ગૌતમ ગંભીર 10 અને સહેવાગ માત્ર 8 રન બનાવી પેવેલિયન ભેગાં થઇ ગયાં હતા. ભારતીય ટીમના ટાઇગર તરીકે ઓળખાતા યુવરાજ સિંહે 18 રન બનાવ્યા હતાં. જેમાં એક સિક્સર ફટકારી હતી.

યુવરાજસિંહના આઉટ થયા બાદ ભારત સ્ટાર પ્લેયર વિરાટ કોહલીએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું હતું અને માત્ર 34 બોલમાં અર્ધસદી ફટકારી હતી. સુરેશ રૈનાએ કોહલી ને ખૂબ સરસ રીતે સપોર્ટ કર્યો હતો જેના કારણે ભારતીય ટીમ એક ચૂનોતીપૂર્ણ લક્ષ્ય આપવામાં સફળ રહી હતી. કોહલીના આઉટ થયા બાદ ધોની ફરી એકવાર કેપ્ટન ઇનિંગ રમતાં 18 રન બનાવ્યા હતાં જેમાં અંતિમ બોલે સિક્સર ફટકારી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે ભારતને આ મેચ જીતવા માટે કઠિન પરિશ્રમ કરવો પડ્યો હતો. અફઘાનિસ્તાનની ટીમે ભારતને જોરદાર ટક્કર આપી હતી. અફધાનિસ્તાનના બોલરોએ ભારતીય બેસ્ટમેનોને ખોલીને રમવાની તક આપી ન હતી. જો કે તેમના બેસ્ટમેનોના ખરાબ પ્રદર્શનના કારણે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

અફધાનિસ્તાનની ટીમના મોહંમદ નબીએ 17 બોલમાં 31 રન બનાવ્યા હતાં ભારત તરફથી બાલાજી અને યુવરાજ સિંહે જોરદાર બોલીંગ કરી હતી. બાલાજીએ 19 રન આપી 3 વિકેટ લીધી હતી જ્યારે યુવરાજ સિંહે 24 રન આપી 3 વિકેટ ઝડપી લીધી હતી.

English summary
Afghanistan kept fighting till the end before going down to India by 23 runs in their Group A match of ICC World Twenty20 2012 at the R Premadasa Stadium here on Wednesday night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X