For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીવી સિંધુની સફર એક સામાન્ય છોકરીથી શટલ ક્વીન સુધી

|
Google Oneindia Gujarati News

પીવી સિંધુએ આજે એક ઐતિહાસિક મેચ રમી હતી. આ મેચ બાદ તેણે ભારતને ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતાડ્યો છે. નોંધનીય છે કે બેડમિન્ટનના ઇતિહાસમાં કોઇ 21 વર્ષીય મહિલાની આટલી નાની ઉંમરે આટલી મોટી સફળતા મળી હોય તેવું પહેલા નથી થયું.

ત્યારે સપનાને સાકાર કરવાની પી વી સિંધુની આ સફર કેવી રહી તે વિષે વધુ જાણો અહીં. જાણો કોણ છે પીવી સિંધુ, કેવી રીતે તે બની તે શટર ક્વીન? અને સાથે જ જાણો કેવી મહેનતથી તે આ જીત સુધી પહોંચી છે વધુ વાંચો અહીં....

આખુ નામ

આખુ નામ

પી વિ સિંધુનું આખું નામ છે પુસરલા વેંકટ સિંધુ. 5 જુલાઇ 1995માં સિંધુનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. 5 ફિટ 9 ઇંચ લાંબી આ છોકરીના માતા પિતા પણ વોલીબોલના ખેલાડી હતા. અને હાલ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.

8 વર્ષથી રમે છે બેડમિન્ટન

8 વર્ષથી રમે છે બેડમિન્ટન

પીવી સિંધુએ 8 વર્ષની ઉંમરથી બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું છે. હાલ તેના કોચ પી. ગોપીચંદ છે પણ તે પહેલા તેણે મેહબૂબ અલીથી કોચિંગ લીધું છે.

10 નંબરની ખેલાડી

10 નંબરની ખેલાડી

વિશ્વ મહિલા બેડમિન્ટનની શ્રેષ્ઠમાં પી વિ સિંધુ 10માં નંબરની ખેલાડી છે. એટલું જ નહીં 2015માં તેને પદ્મ શ્રી અને 2013માં અર્જૂન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે.

કેટલીક ખાસ વાતો

કેટલીક ખાસ વાતો

સિંધુની હાઇટ વધુ હોવાના કારણે તે આખા કોર્ટને કવર કરીને ડિફેન્સિવ શોર્ટ સારી રીતે રમી શકે છે. શાંત સ્વભાવની સિંધુને ગોપીચંદે એગ્રેસીવ બનવાની સલાહ આપી છે.

મેચ પહેલાના સિંધુના શબ્દો

મેચ પહેલાના સિંધુના શબ્દો

પીવી સિંધુએ ઐતિહાસિક મેચ પહેલા કહ્યું હતું કે તે ખાલી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માંગે છે. તે કોઇ દબાણ નથી અનુભવી રહી પણ તેમની પાસે આ ચાન્સ છે અને તેમનું લક્ષ છે સુવર્ણ પદક.

પાબંદી

પાબંદી

જો કે પીવી સિંધુના રૂટિનને જોતા તેના પર મેચ પહેલા અનેક પાબંદી લગાવવામાં આવી છે. જેમકે ચોકલેટ અને હૈદરાબાદી બિરીયાની ખાવા પર સિંધુને મનાઇ છે.

બહારનું પાણી પણ નહીં

બહારનું પાણી પણ નહીં

એટલું જ નહીં બહારનું પાણી કે જ્યૂસ પર પણ પી વી સિંધૂને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અને મીઠાઇ પર પણ.

પિતા લીધી 8 મહિનાની રજા

પિતા લીધી 8 મહિનાની રજા

સિંધુના પિતા પીવી રમન્નાએ તેમની રેલ્વે વિભાગની નોકરીથી આઠ મહિનાની રજા લઇ સિંધુને ગોપીચંદની એકેડમીમાં લઇ જતા હતા. જે માટે તે રોજ 4 વાગે ઉઠતા હતા.

કોઇ સાથે વાત નહીં

કોઇ સાથે વાત નહીં

ગોપીચંદના મત મુજબ સિંધુ ખુબ જ ભાવનાત્મક યુવતી છે માટે રમત પહેલા તેને કોઇનાથી વાત કરવાની મનાઇ છે.

English summary
PV Sindhu creates history at Rio 2016 Olympics. 23-year-old girl has assured herself of atleast a silver medal, and created history by qualifying for the final of the women’s singles event for the first time ever. here are interesting facts about her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X