ચોંકાવનારો ખુલાસો: IPL મેચ ફિક્સિંગના માસ્ટર માઇન્ડે લીધું ધોનીનું નામ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી: ક્રિકેટના ટ્વેન્ટી-20 ફોર્મેટ આઇપીએલમાં મેચ ફિક્સિંગ સાથે જોડાયેલ એક એવી ખબર સામે આવી રહી છે જેને જાણ્યા બાદ આપના હોશ ઊડી જશે. સટ્ટેબાજીમાં દોષી સાબિત થયેલા ચેન્નાઇ સુપર કિંગ્સના માલિક અને શ્રીનિવાસનના જમાઇ ગુરુનાથ મયપ્પને ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોની પર આંગળી ચિંધી છે.

આઇપીએસ ઓફીસર સંપત કુમારની તપાસ રીપોર્ટમાં કેટલાંક સટ્ટેબાજોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ફિક્સિંગ મામલામાં જાણકારી મહેન્દ્ર સિંહ ધોનીને પણ હતી. અત્રે નોંધનીય છે કે મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલની ચેન્નઇ સુપર કિંગ્સના પણ કપ્તાન છે.

suresh dhoni
ઉલ્લેખનીય છે કે આઇપીએલમાં સટ્ટેબાજી અને મેચ ફિક્સિંગની તપાસ કરનાર જસ્ટિસ મુદુગલ કમેટીએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં 6 ભારતીય ખેલાડીઓનો સામેલ હોવાની વાત પણ છે, પરંતુ તેમાં ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી. સંપત કુમાર આ સમયે તમિલનાડુના ત્રિચીમાં એસપી(રેલવે)ના પદ પર નિયુક્ત છે. ગયા વર્ષે સીબી સીઆઇડીમાં એસપીના પદ પર નિયુક્તિ દરમિયાન સંપત કુમાર નકલી પાસપોર્ટ સાથે જોડાયેલ મામલાની તપાસ કરી રહ્યા હતા.

તપાસ દરમિયાન તેમણે કેટલાંક સટ્ટેબાજો સાથે પૂછપરછ કરી. તેમાં એક કિટ્ટી ઉત્તમ જૈને જણાવ્યું કે મયપ્પન ઉપરાંત ધોની, સુરેશ રૈના અને ટીમના અન્ય ખેલાડીઓ અને રાજસ્થાન રોયલ્સના કેટલાંક અન્ય ખેલાડીઓને મેચ ફિક્સિંગમાં સામેલ હોવાની જાણકારી હતી. પરંતુ વિક્રમ અગ્રવાલના નામના એક શખ્સે ઉત્તમને આ અંગે પોતાનું મોઢું નહીં ખોલવા જણાવ્યું હતું. ઉત્તમ જૈન ચેન્નઇનો રહેનાર છે જે સટ્ટેબાજીનો માસ્ટરમાઇન્ડ છે.

English summary
According to a report submitted to Justice Mudgal and top cricketers like MS Dhoni and Suresh Raina's names came up in the report.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.