For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ધવનનો ધમાકો, 80 બોલમાં ફટકારી સદી

|
Google Oneindia Gujarati News

પહેલા ટેસ્ટ ક્રિકેટ અને હવે વનડે ક્રિકેટમાં પોતાની વિસ્ફોટક બેટિંગ પરચો આપતા દિલ્હીના યુવા ખેલાડી શિખર ધવને માત્ર 80 બોલમાં ધમાકેદાર બેટિંગ કરીને સદી ફટકારી છે, જેમાં તેણે એક છગ્ગો અને 12 ચોગ્ગા ફટકાર્યા છે. નોંધનીય છે કે, આ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં પણ શિખર ધવને વિસ્ફોટક બેટિંગ કરીને ટેસ્ટ ક્રિકેટની ફાસ્ટેસ્ટ સદી ફટકારી હતી. જે રીતે ધવન બેટિંગ કરી રહ્યો છે, તેને જોઇને ક્રિકેટ વિશ્લેષકો માની રહ્યાં છે કે તે ટૂંક જ સમયમાં ભારતના વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ કે જે હાલ પોતાના ફોર્મને પરત મેળવવા માટે મથી રહ્યો છે, તેનું પત્તુ કાપીને ટીમ ઇન્ડિયામાં પોતાનું કાયમી સ્થાન પાકું કરી લેશે.

આ તકે જ્યારે શિખર ધવને પોતાની પ્રથમ વનડે સદી 80 બોલમાં ફટકારી છે, ત્યારે અહીં વનડે ક્રિકેટમાં અત્યારસુધી ટીમ ઇન્ડિયાના કેટલાક નામી માથાઓ દ્વારા ઓછા દડામાં ફટકારવામાં આવેલી વનડે સદીની યાદી આપવામાં આવી છે, જેને જોઇને એ વાત રસપ્રદ લાગી રહી છે કે તેમાં સૌથી વધારે સદી વિરેન્દ્ર સેહવાગે, ત્યાર પછી સચિન તેંડુલકર અને યુવરાજ સિંહે ફટકારી છે, તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે નીહાળીએ આ ફાસ્ટેસ્ટ સદીને.

80 બોલમાં સદી

80 બોલમાં સદી

2013માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં શિખર ધવને 80 બોલનો સામનો કરીને એક છગ્ગા અને 12 ચોગ્ગાની મદદથી સદી ફટકારી છે.

77 બોલમાં સદી

77 બોલમાં સદી

2002માં ઇંગ્લેન્ડ સામેની મેચમાં વિરેન્દ્ર સેહવાગે 77 બોલમાં એક છગ્ગો અને 21 ચોગ્ગાની મદદથી 126 રન બનાવ્યા હતા.

કોહલીની વિસ્ફોટક બેટિંગ

કોહલીની વિસ્ફોટક બેટિંગ

2012માં હોબાર્ટ ખાતેની શ્રીલંકા સામેની મેચમાં વિરાટ કોહલીએ માત્ર 76 બોલમાં એક છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી 133 રન બનાવ્યા હતા.

76 બોલમાં સદી

76 બોલમાં સદી

2007માં વડોદરા ખાતેની વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં સચિન તેંડુલકરે 76 બોલમાં 1 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી અણનમ 100 રન ફટકાર્યા હતા.

75 બોલમાં સદી

75 બોલમાં સદી

2002માં રાજકોટ ખાતે રમાયેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં વિરેન્દ્ર સેહવાગે 75 બોલમાં 2 છગ્ગા અને 17 ચોગ્ગામાં અણનમ 114 રન ફટકાર્યા હતા.

73 બોલમાં સદી

73 બોલમાં સદી

2006માં ગોઆ ખાતે રમાયેલી ઇંગ્લેન્ડ સામેની મેચમાં યુવરાજ સિંહે 73 બોલમાં 3 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી 103 રન ફટકાર્યા હતા.

71 બોલમાં સદી

71 બોલમાં સદી

શારઝાહ ખાતે રમાયેલી 1998માં ઝિમ્બાવવે સામેની મેચમાં સચિન તેંડુલકરે 71 બોલમાં 6 છગ્ગા અને 12 ચોગ્ગાની મદદથી અણનમ 124 રન ફટકાર્યા હતા.

69 બોલમાં સદી

69 બોલમાં સદી

વિરેન્દ્ર સેહવાગે 2001માં ન્યુઝીલેન્ડ સામેની મેચમાં 1 ચોગ્ગા અને 19 છગ્ગાની મદદથી 100 રન અને 2011માં વેસ્ટઇન્ડિઝ સામેની મેચમાં 5 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 219 રન ફટકાર્યા હતા.

68 બોલમાં સદી

68 બોલમાં સદી

યુસુફ પઠાણે 2011માં સેન્ચુરિયન ખાતે રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં 68 બોલમાં 8 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 105 રન બનાવ્યા હતા.

રૈનાની સદી

રૈનાની સદી

સુરેશ રૈનાએ 2008માં કરાચી ખાતે રમાયેલી હોંગકોંગ ખાતેની એક મેચમાં પાંચ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 66 બોલમાં 101 રન બનાવ્યા હતા.

66 બોલમાં સેહવાગની સદી

66 બોલમાં સેહવાગની સદી

વિરેન્દ્ર સેહવાગે પોતાની વિસ્ફોટકતાનો પરચો આપતા 2009માં રાજકોટ ખાતે રમાયેલી શ્રીલંકા સામેની મેચમા છ છગ્ગા અને 17 ચોગ્ગાની મદદથી 146 રન ફટકાર્યા હતા.

64 બોલમાં સદી

64 બોલમાં સદી

2008માં રાજકોટ ખાતે રમાયેલી ઇંગ્લેન્ડ સામેની મેચમાં યુવરાજ સિંહે 64 બોલમાં છ છગ્ગા અને 16 ચોગ્ગાની મદદથી અણનમ 138 રન બનાવ્યા હતા.

62 બોલમાં સદી

62 બોલમાં સદી

મહમ્મદ અઝહરુદ્દીને 1988માં વડોદરા ખાતે રમાયેલી ન્યુઝીલેન્ડ સામેની મેચમાં 62 બોલમાં ત્રણ છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી 108 રન બનાવ્યા હતા.

60 બોલમાં સદી

60 બોલમાં સદી

2009માં હેમિલ્ટન ખાતે રમાયેલી ન્યુઝીલેન્ડ સામેની મેચમા વિરેન્દ્ર સેહવાગે 60 બોલમાં છ છગ્ગા અને 14 ચોગ્ગાની મદદથી અણનમ 125 રન બનાવ્યા હતા.

English summary
Shikhar Dhawan slams maiden ODI century. here list of fastest odi century by indians
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X