For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેચ ફિક્સિંગ : શ્રીલંકના બે અમ્પાયર સસ્પેન્ડ

|
Google Oneindia Gujarati News

srilanka-cricket
કોલકતા, 9 જુલાઇ : એક ન્યુઝ ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં પૈસા મેળવવા માટે મેચ ફિક્સિંગ કરતા પકડાઇ ગયેલા શ્રીલંકાના અમ્પાયરોસાગર ગાલાગે અને મૌરિસ ડિ લા જિલ્વાને ક્રમશ: 10 અને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

એક અન્ય આરોપી ગામિની દિસાનાયકેને સાક્ષીઓના અબાવે છોડી દેવામાં આવ્યા છે. આ અંગેની સુનવણી બાદ શ્રીલંકા ક્રિકેટ (એસએલસી)એ તેમને આ મામલામાં દોષિત ઠેરવ્યા છે. દિસાનાયકે સજા મેળવવામાંથી તો બચી ગયા છે પરંતુ શ્રીલંકા ક્રિકેટના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની સિનિયોરિટીને ખતમ કરી દેવામાં આવી છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતીય સમાચાર ચેનલે શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશના છ આઇસીસી એમ્પાયરોને કેમેરા પર કેટલાક ખેલાડીઓની મદદ, નિર્ણય લેવા અને તે ઉપરાંત પિચ અને ટીમ સૂચના ઉપલબ્ધ કરાવવા માટે સહમત થતા દેખાડવામાં આવ્યા હતા. આ મેચો મુખ્યત્વે શ્રીલંકા પ્રીમિયર લીગની હતી.

શ્રીલંકાના અમ્પાયરો ઉપરાંત પાકિસ્તાનના નદીમ ગૌર અને અનીસ સિદ્દિકી તથા બાંગ્લાદેશના નાદિર શાહનું નામ પણ આ પ્રકરણમાં બહાર આવ્યું હતું. ગાલાગે, મોરિસ અને દિસાનાયકે કથિત રીતે કેમેરા પર પૈસા માટે પોતાના નિર્ણયોમાં ફેરફાર કરવા માટે રાજી થઇ ગયા હતા.

આ તમામ અમ્પાયરોએ પોતાના પર લગાવેલા આરોપોથી ઇનકાર કર્યો હતો. પોતે તેમાં સામેલ નથી તે સાબિત કરવા માટે તેમણે તપાસની માંગણી કરી હતી. દિસાનાયકે પૈસા લઇને શ્રીલંકા ક્રિકેટ સામે વિદ્રોહ કરવાનો વાયદો કર્યો હતો. તેમણે એવો દોવો કર્યો હતો કે શ્રીલંકાના ક્રિકેટ અધિકારીઓને શરાબ આપીને કોઇ પણ કામ કરાવી શકાય છે.

English summary
Match Fixing: two Sri Lankan umpire suspended
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X