દાઉદના સમધી મિયાંદાદને મળ્યા ભારત આવવાન વીઝા

નોંધનીય છે કે વર્ષ 2005માં દાઉદ ઇબ્રહિમની પુત્રી માહરુખના લગ્ન જાવેદ મિયાંદાદના પુત્ર જુનૈદ સાથે થયા હતા. વર્ષ 2005મા મીડિયામાં એવા અહેવાલ આવ્યા હતા કે જાવેદ મિયાંદાદ વીઝા માટે એપ્લાય કરશે તો તેમની અરજી સ્વિકારવામાં આવશે નહીં. જો કે, હવે જાવેદ મિયાંદાદે જાતે જ એ ખુલાસો કર્યો છે કે તેમને ત્રીજી વનડે જોવા માટેની ટીકીટ અને વીઝા મળી ગયા છે. તેમણે કહ્યું કે મને ભારતના વીઝા મળવામાં કોઇ મુશ્કેલી પડી નથી અને હું આ મોટા મુકાબલા માટે ભારત જવાને લઇને ઘણો જ ઉત્સાહિત છું.
આ પહેલા મિયાંદાદ વિશ્વકપ ક્રિકેટ દરમિયાન મોહાલીમાં રમાયેલી ભાર-પાક સેમીફાઇનલ મેચ જોવા માટે પણ આવવાના હતા પરંતુ અંતિમ સમયે તેમનું આવવાનું ટાળી દેવાયું હતું. મિયાંદાદ હાલ પીસીબીના બીજા સૌથી કદાવર અધિકારી છે.












Click it and Unblock the Notifications
