For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ICC એ ગુરુનાથ અને બુકી અંગે કોઇ ચેતવણી નહોતી આપી'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 જૂનઃ બીસીસીઆઇના અધ્યક્ષ એન શ્રીનિવસાને શુક્રવારે ફરીથી રાજીનામું આપવાનો ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું તે તેમને આઇપીએલમા સ્પોટ ફિક્સિંગ મામલે પોતાના જમાઇ ગુરુનાથ મયપ્પનને આઇસીસી તરફથી મળેલી કોઇ ચેતવણીની જાણકારી નથી. સ્પોટ ફિક્સિંગના તાજા મામલામાં તેમના જમાઇની ધરપકડ થયા પછીથી શ્રીનિવાસન પર રાજીનામું આપવા અને બોર્ડની બેઠક બોલાવવાનું દબાણ સતત થઇ રહ્યું છે.

સમાચાર ચેનલ એનડીટીવીએ શ્રીનિવાસનના હવાલાથી શુક્રવારે કહ્યું કે બીસીસીઆઇની કાર્યકારી સમિતિની આપાત બેઠક શનિવારે આઠ જૂને થશે. આ પહેલા એનડીટીવીએ શુક્રવારે મુંબઇ પોલીસના સૂત્રોના હવાલાથી કહ્યું હતું કે શ્રીનિવાસનના જમાઇ મયપ્પને આ મામલે પકડાયેલા બોલિવુડ અભિનેતા વિંદુ દારા સિંહને જણાવ્યું હતું કે આઇસીસીએ તેમને આઇપીએલની તેમની સ્વામિત્વવાળી ટીમ પ્રત્યે સચેત રહેવા કહ્યું હતું.

bcci-president-n-srinivasan-maippan
નોંધનીય છે કે મયપ્પન, શ્રીનિવાસનની કંપની ઇન્ડિયા સિમેન્ટના સ્વામિત્વવાળી આઇપીએલ ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સના પ્રમુખ પણ છે, જોકે કંપનીએ ઔપચારિક રીતે તેનો ઇન્કાર કરી દીધો છે.

શ્રીનિવાસને જોકે મયપ્પનને આઇસીસી તરફથી મળેલી કોઇપણ પ્રકારની ચેતવણી અંગે અજાણ હોવાનું જાહેર કર્યું છે અને ફરીથી પોતાના રાજીનામાનો ઇન્કાર કર્યો છે. બીજી તરફ બીસીસીઆઇના સંયુક્ત સચિવ અનુરાગ ઠાકુરે શુક્રવારે કહ્યું કે તેમણે આ મુદ્દે ચર્ચા કરવા માટે બોર્ડની વિશેષ સામાન્ય બેઠક બોલાવવાની માંગ કરી છે. બોર્ડની આ વિશેષ બેઠક શનિવારે 8 જૂને બોલાવવામાં આવી છે. જો આ બેઠકમાં બોર્ડના ત્રણ ચોથાઇ સભ્ય શ્રીનિવાસન વિરુદ્ધ મતદાન કરે છે તો શ્રીનિવાસને રાજીનામું આપવું પડશે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે 18 એસોસિએશન શ્રીનિવાસન વિરુદ્ધ છે.

English summary
BCCI president N Srinivasan on Friday denied receiving any warning from ICC over alleged links between CSK CEO Gurunath Meiyappan and bookies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X