For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીસંતને બહાર કરવા પાછળ ભજ્જી નહીં: દ્રવિડ

By Super
|
Google Oneindia Gujarati News

Sreesanth
જયપુર, 18 એપ્રિલઃ રાજસ્થાન રોયલ્સના સુકાની રાહુલ દ્રવિડે એ સમાચારોને ખારિજ કર્યાં છે કે, મુંબઇ ઇન્ડિયન્સ સામે ગઇ કાલે રમયેલી મેચમાં ઝડપી બોલર એસ શ્રીસંતને એટલા માટે બહાર કરવામાં આવ્યો કે તેનો સામનો હરભજન સાથે ના થાય.

શ્રીસંત દ્વાર ટ્વિટર પર સ્લેપગેટ પ્રકરણના ઝખ્મને તાજા કર્યા બાદ આઇપીએલમાં પહેલીવાર તેનો સામનો હરભજન સિંહ સાથે થવાનો હતો. કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ ગત મેચમા 20 રન આપીને બે વિકેટ લેનાર શ્રીસંતને મુંબઇ વિરુદ્ધની મેચમાં બહાર કરી દેવામાં આવ્યો. તેના સ્થાને સ્પિનર અંકિત ચૌહાણને સ્થાન આપવામા આવ્યું.

મેચ બાદ દ્રવિડે પત્રકારોને કહ્યું કે, શ્રીસંતને બહાર કરવા માટે ભજ્જી ફેક્ટર નહોતું. શ્રીસંત ચાર મેચ રમી ચૂક્યો હતો અને સારું પ્રદર્શન કરી રહ્યો છે. અમારે હજી ઘણી મેચ રમવાની છે અને અમે તેને થોડો આરામ આપવા માગતા હતા. તે બધી મેચ રમી શકે નહીં. નોંધનીય છે કે શ્રીસંતે થોડા દિવસ પહેલા એવો દાવો કરીને 2008માં થપ્પડ કાંડની યાદો તાજી કરતા કહ્યું કે આ ઘટના સુનિયોજિત હતી અને હરભજન પીઠમાં ખંજર મારે એવી વ્યક્તિ છે. રાજસ્થાનની 87 રનની જીત અંગે દ્રવિડે કહ્યું કે ટીમની રણનીતિ પર અક્ષરશઃ અમલ કર્યું.

દ્રવિડે પોતાની રણનીતિ અંગે કહ્યું કે, લોકોને લાગે છે કે અમે પારંપરિક રણનીતિમાં વિશ્વાસ રાખીએ છીએ પરંતુ મે પહલા પણ ચંદીલા અને ચવ્હાણ પાસે બોલિંગની શરૂઆત કરાવી છે. અમે દિશાંત યાજ્ઞિકને બેટિંગમાં આગળ મોકલ્યો અને તે વિશ્વાસ પર ખરો ઉતર્યો અને સારી બેટિંગ કરી. સારા ફોર્મમાં ચાલી રહેલા દ્રવિડે ત્રીજા નંબર પર બેટિંગ પર પોતાના સ્થાને યાજ્ઞિકને ઉતાર્યો હતો, જેણે 34 રનની ઇનિંગ રમી હતી.

English summary
Rahul Dravid has brushed aside talks that temperamental pacer S Sreesanth was rested for the match against Mumbai Indians to avoid a possible confrontation with Harbhajan Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X