પરવેઝને તક ન આપવામાં આવતાં ભડક્યા ઉમર અબ્દુલા
શ્રીનગર, 3 ઓગષ્ટ: ટીમ ઇન્ડિયાના વર્તમાન પ્રવાસ દરમિયાન ઓલરાઉન્ડર પરવેઝ રસૂલને એકપણ મેચમાં તક આપવામાં ન આવતાં જમ્મૂ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમને બીસીસીઆઇને પ્રશ્ન કર્યો હતો કે શું પરવેઝ રસૂલનું મનોબળ તોડવા માટે ઝિમ્બાબ્વે મોકલવામાં આવ્યો હતો? તેને પોતાને સાબિત કરવાની એક તક આપવી જોઇતી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પરવેઝ રસૂલ ઘાટી તરફથી ટીમ ઇન્ડિયામાં સામેલ થનાર પ્રથમ ક્રિકેટર છે. ઝિમ્બાબ્વેના પ્રવાસ પર ગયેલી ભારતની પંદર સભ્યોવાળી ટીમમાં રસૂલ પરવેઝ એકમાત્ર એવા ખેલાડી છે જેમને હજુ સુધી સીરીઝમાં રમવાની તક આપવામાં આવી નથી. જ્યારે ગત ચાર મેચોમાં પોતાના વારાની રાહ જોઇ રહેલા આજિંક્ય રહાનેને આ મેચમાં તક આપવામાં આવી છે. આજે સીરીઝની છેલ્લી મેચ રમવામાં આવશે. જેમાં આશા હતી કે રસૂલ પરવેઝને તક આપવામાં આવશે, પરંતુ એવું ન બન્યું. જે મુદ્દે મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ નારાજગી વ્યક્ત કરી હતી.
રસૂલ પરવેખે ગત રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કરતાં 594 રન બનાવ્યા હતા અને 33 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ભારતના પ્રવાસે આવેલી ઓસ્ટ્રેલાઇ ટીમ વિરૂદ્ધ અભ્યાસ મેચ સાત વિકેટ ઝડપી હતી ત્યારથી તે ચર્ચામાં હતો. તેના પ્રદર્શનના આધારે તેનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.