ટીમ ઇન્ડિયાનો વધુ એક ધુરંધર હવે નથી રહ્યો ‘બેચલર’

મુંબઇ, 26 સપ્ટેમ્બરઃ ટીમ ઇન્ડિયાનો વધુ એક ‘બેચલર' હવે લગ્નના તાંતણે બંધાઇ ગયો છે. અમે વાત કરી રહ્યાં છીએ, ભારતીય ટીમના ધુરંધર યુવા ક્રિકેટર અજિંક્ય રહાણેની, જેણે આજે મુંબઇમાં રાધિકા ઘોપાવકર સાથે લગ્ન કરી લીધા છે. અહેવાલો અનુસાર અજિંક્ય અને રાધિકાએ અરેન્જ મરેજ કર્યાં છે. બન્ને મુંબઇના છે અને બન્ને મલુંડ વિસ્તારમાં રહે છે. લગ્નના એક દિવસ પહેલા(25 સપ્ટેમ્બરે) રહાણેએ ટ્વિટર પર પણ સંદેશ થકી પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું હતું કે, બધી તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. જીંદગી નવી ઇનિંગ શરૂ કરવા માટે તૈયાર છે. આવતી કાલથી(26 સપ્ટેમ્બર) હું પરણિત વ્યક્તિ બની જઇશ.

રહાણેના લગ્ન અંગેની તસવીરો બીસીસીઆઇ દ્વારા ટ્વિટર પર જાહેર કરવામાં આવી છે, તેમજ ટ્વિટર પર તેને અનેક ક્રિકેટ ચાહકો દ્વારા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી રહી છે. રહાણેની ક્રિકેટ કારકિર્દી અંગે વાત કરીએ તો રહાણેએ 17 વર્ષની ઉમરે ભારતના પૂર્વ બેટ્સમેન પ્રવીણ આમરે પાસે ટ્રેનિંગ લીધી હતી. આજે તે ભારતીય ટીમ તરફથી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યો છે, તેણે અત્યારસુધીમાં 10 ટેસ્ટમાં 678 રન બનાવ્યા છે અને 34 વનડેમાં 946 રન બનાવ્યા છે, તથાં 74 પ્રથમ શ્રેણીની મેચોમાં 6495 રન બનાવ્યા છે. અહીં નીચે આપવામાં આવેલા સ્લાઇડરમાં રહાણેના લગ્નની કેટલીક તસવીરો અને ટ્વિટ અંગે જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ- સચિન કે પોન્ટિંગ નહીં, મહિલાઓએ પહેલા બનાવ્યા હતા આ રેકોર્ડ
આ પણ વાંચોઃ- આ ધુંરધરોએ લાસ્ટ બોલમાં છગ્ગો ફટકારી ટીમને બનાવી વિજયી

અજિંક્ય રહાણે લગ્નના તાંતણે બંધાયો

અજિંક્ય રહાણે લગ્નના તાંતણે બંધાયો

ભારતીય ટીમના ધુરંધર યુવા ક્રિકેટર અજિંક્ય રહાણેની, જેણે આજે મુંબઇમાં રાધિકા ઘોપાવકર સાથે લગ્ન કરી લીધા છે.

અજિંક્ય રહાણે લગ્નના તાંતણે બંધાયો

અજિંક્ય રહાણે લગ્નના તાંતણે બંધાયો

ભારતીય ટીમના ધુરંધર યુવા ક્રિકેટર અજિંક્ય રહાણેની, જેણે આજે મુંબઇમાં રાધિકા ઘોપાવકર સાથે લગ્ન કરી લીધા છે.

અજિંક્ય રહાણે લગ્નના તાંતણે બંધાયો

અજિંક્ય રહાણે લગ્નના તાંતણે બંધાયો

ભારતીય ટીમના ધુરંધર યુવા ક્રિકેટર અજિંક્ય રહાણેની, જેણે આજે મુંબઇમાં રાધિકા ઘોપાવકર સાથે લગ્ન કરી લીધા છે.

અજિંક્ય રહાણેની લગ્ન પૂર્વેની ટ્વિટ

લગ્નના એક દિવસ પહેલા(25 સપ્ટેમ્બરે) રહાણેએ ટ્વિટર પર પણ સંદેશ થકી પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું હતું કે, બધી તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. જીંદગી નવી ઇનિંગ શરૂ કરવા માટે તૈયાર છે. આવતી કાલથી(26 સપ્ટેમ્બર) હું પરણિત વ્યક્તિ બની જઇશ.

અજિંક્ય રહાણેના લગ્ન અંગે કરવામાં આવેલી ટ્વિટ

ટ્વિટર પર રહાણેને અનેક ક્રિકેટ ચાહકો દ્વારા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી રહી છે અને તસવીરો ટ્વિટ કરવામાં આવી રહી છે.

અજિંક્ય રહાણેના લગ્ન અંગે કરવામાં આવેલી ટ્વિટ

ટ્વિટર પર રહાણેને અનેક ક્રિકેટ ચાહકો દ્વારા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી રહી છે અને તેની તસવીરો ટ્વિટ કરવામાં આવી છે.

બીસીસીઆઇએ કરેલી ટ્વિટ

રહાણેના લગ્ન અંગેની તસવીરો બીસીસીઆઇ દ્વારા ટ્વિટર પર જાહેર કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X