For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ધુંરધરોએ લાસ્ટ બોલમાં છગ્ગો ફટકારી ટીમને બનાવી વિજયી

|
Google Oneindia Gujarati News

વિશ્વ ક્રિકેટમાં આપણે અનેકવાર જોયું હશે કે મેચ રસાકસીમાં આવી ગઇ હોય અને અંતિમ ઓવરમાં અમુક રન લેવાના હોય ત્યારે બોલર અને બેટ્સમેન બન્ને પર ખાસું દબાણ રહે છે. આવી સ્થિતિમાં ટીમને વિજયી બનાવવા માટે બેટ્મસેન દ્વારા બાઉન્ડ્રી અથવા તો છગ્ગો ફટકારવામાં આવે છે. મોટાભાગે બેટ્સમેનો દ્વારા કોઇપણ પ્રકારનું જોખમ લીધા વગર ચોગ્ગો ફટકારવાનો પ્રયાસ અંતિમ ઓવરમાં વધારે કરવામાં આવે છે, જો ટીમને છેલ્લી ઓવરમાં બહુ ઓછા રન બનાવવાની જરૂર હોય ત્યારે.

પરંતુ ક્યારેક એવી સ્થિતિ પણ નિર્માણ પામે છેકે બેટ્સમેનને પોતાની ટીમને વિજયી બનાવવા માટે છગ્ગો ફટકાર્યા સિવાય કોઇ માર્ગ રહેતો નથી અને તે જોખમ ખેડીને પણ છગ્ગો ફટકારી દે છે. આ રીતે શોટ ફટકારીને ટીમને વિજયી બનાવવામાં પાકિસ્તાનના જાવેદ મિયાંદાદા, લાન્સ ક્લુસનર અને શિવનારાયણ ચંદ્રપોલ જાણીતા નામ છે. જેમણે છેલ્લા બોલમાં એક કરતા વધારે રનની જરૂર હતી તે સમયે છગ્ગો ફટકારી પોતાની ટીમને વિજયી બનાવી હતી. તો ચાલો તસવીરો થકી આ યાદીમાં તેમના સિવાય કયા કયા ખેલાડી છે એ અંગે જાણીએ.

આ પણ વાંચોઃ- ‘સુપરમેન' બ્રેન્ડન મેક્કુલમની ફિલ્ડિંગ પર ઓવારી ગયા દર્શકો
આ પણ વાંચોઃ- કંઇક એવી રીતે આઉટ થયો પૂજારા કે તૂટ્યો 28 વર્ષ જૂનો રેકોર્ડ

જાવેદ મિયાંદાદ

જાવેદ મિયાંદાદ

મેચઃ- ભારત વિ. પાકિસ્તાન
સ્થળ અને વર્ષઃ- શારજાહ, 1986
બોલરઃ- ચેતન શર્મા
ઓસ્ટ્રલ એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને છેલ્લા બોલે ચાર રનની જરૂર હતી ત્યારે મિંયાદાદે ચેતન શર્મની ઓવરમાં છેલ્લા બોલે છગ્ગો ફટકાર્યો હતો.

લાન્સ ક્લુસનર

લાન્સ ક્લુસનર

મેચઃ- ન્યુઝીલેન્ડ વિ. દક્ષિણ આફ્રિકા
સ્થળ અને વર્ષઃ- નેપિયર, 1999
દક્ષિણ આફ્રિકાની ન્યુઝીલેન્ડ સામેની મેચમાં અંતિમ બોલમાં ચાર રનની જરૂર હતી ત્યારે લાન્સ ક્લુસનરે ડિઓન નેશની ઓવરમાં છેલ્લા બોલે છગ્ગો ફટકાર્યો હતો.

બ્રેન્ડન ટેલર

બ્રેન્ડન ટેલર

મેચઃ-ઝિમ્બાવ્વે વિ. બાંગ્લાદેશ
સ્થળ અને સમયઃ- હરારે સ્પોર્ટ્સ ક્લબ, 2006
ઝિમ્બાવ્વેને બાંગ્લાદેશ સામે જીતવા માટે અંતિમ બોલમાં પાંચ રનની જરૂર હતી, ત્યારે ટેલરે અંતિમ બોલમાં છગ્ગો ફટકારી ઝિમ્બાવવેને વિજયી બનાવ્યું હતું.

શિવનારાયણ ચંદ્રપોલ

શિવનારાયણ ચંદ્રપોલ

મેચઃ- વેસ્ટ ઇન્ડિઝ વિ. શ્રીલંકા
સ્થળ અને વર્ષઃ- પોર્ટ ઓફ સ્પેન, 2008
વેસ્ટ ઇન્ડિઝને શ્રીલંકા સામેની મેચમાં અંતિમ બોલમાં જીતવા માટે છ રનની જરૂર હતી અને શિવનારાયણ ચંદ્રપોલે ચામિંડા વાસની ઓવરમાં છેલ્લા બોલે છગ્ગો ફટકાર્યો હતો.

ઇડી રેઇન્સફોર્ડ

ઇડી રેઇન્સફોર્ડ

મેચઃ- ઝિમ્બાવ્વે વિ. આયર્લેન્ડ
સ્થળ અને વર્ષઃ- હરારે સ્પોર્ટ્સ ક્લબ, 2010)
ઝિમ્બાવ્વેને અંતિમ બોલમાં જીત માટે એક રનની જરૂર હતી ત્યારે રેઇનસ્ફોર્ડે ઓબ્રિએનની ઓવરમાં છગ્ગો ફટકાર્યો હતો.

રાયન મેક્લારેન

રાયન મેક્લારેન

મેચઃ- ન્યુઝીલેન્ડ વિ. દક્ષિણ આફ્રિકા
સ્થળ અને વર્ષઃ- પોસ્ચેફ્સ્ટ્રૂમ, 2013
દક્ષિણ આફ્રિકાને ન્યુઝીલેન્ડ સામે અંતિમ બોલમાં ત્રણ રનની જરૂર હતી ત્યારે ઓલરાઉન્ડર મેક્લારેને છેલ્લા બોલમાં છગ્ગો ફટકાર્યો હતો.

નાથન મેક્કુલમ

નાથન મેક્કુલમ

મેચઃ- શ્રીલંકા વિ. ન્યુઝીલેન્ડ
સ્થળ અને વર્ષઃ- હમ્બાન્ટોટા, 2013
શ્રીલંકા સામેની મેચમાં ન્યુઝીલેન્ડને એક રનની જરૂર હતી. જેમાં મેક્કુલમે હેરાથની ઓવરમાં છેલ્લા બોલે છગ્ગો ફટકારી ટીમને વિજયી બનાવી હતી.

English summary
Batsmen who smashed last ball for six to win
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X