For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખોટા નિર્ણયો લેવા બદલ ધોનીના નેતૃત્વ સામે ઉઠ્યા સવાલો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 ઑગસ્ટઃ મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વવાળી ટીમ ઇન્ડિયાએ લોર્ડ્સમાં 28 વર્ષ બાદ જીત નોંધવી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ હતી, પરંતુ ત્યારબાદ તેને સાઉથમ્પટન અને માન્ચેસ્ટરમાં કારમા પરાજયનો સામનો કરવો પડ્યો અને હવે તે શ્રેણીમાં 1-2થી પાછળ છે. જેના કારણે ટીમ ઇન્ડિયા અને ધોનીની આકરી ટીકા થઇ રહી છે.

ભારતીય ઉપમહાદ્વિપમાં શાનદાર પ્રદર્શન કરનારા ટીમ ઇન્ડિયાના ચમત્કારી સુકાની દેશની બહાર જાય છે તો ફ્લોપ સાબિત થાય છે અને વાત જ્યારે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા જેવા દેશોની કરવામાં આવે તો ધોનીના હાથમાં પરાજય સિવાય કંઇ આવતું નથી. ધોની ભારતીય ઉપમહાદ્વિપની બહાર 13 ટેસ્ટ હારનાર એકમાત્ર સુકાની છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં 4-0 બાદ દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડમાં પણ પરાજય મળ્યો. હવે ફરી એકવાર સુકાનીની ટીમ આવા જ વળાંક પર આવીને ઉભી છે. તાજા પરાજયે ધોનીની રણનીતિ પર પ્રશ્નો ખડા કરી દીધા છે. વધુ વાંચવા તસવીરો પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ-પહેલા ઇંગ્લેન્ડ અને હવે ઝારખંડે આપ્યો ધોનીને ઝાટકો
આ પણ વાંચોઃ-કારનો ગંભીર અકસ્માતઃ ચમત્કારિક રીતે બચ્યા ગાવસ્કર
આ પણ વાંચોઃ-' પરાજીત ' ધોની સામે વિજયી બનવા કૂકને બોયકોટે આપી આ સલાહ


પ્લેઇંગ ઇલેવનને લઇને પ્રશ્ન

પ્લેઇંગ ઇલેવનને લઇને પ્રશ્ન

ધોની સૌથી મોટી સમસ્યા ટીમ પંસદગી છે. અનેક પૂર્વ ખેલાડી આ મામલે તેમના પર પ્રશ્નો ખડા કરી રહ્યાં છે. અનેકવાર ધોની એવા ખેલાડીને ટીમનો ભાગ બનાવી લે છે, જેનાથી ટીમને કોઇ ફાયદો થવાનો નથી હતો. આ પ્રવાસમાં પણ ધોનીએ પહેલા બિન્નીને ટીમનો ભાગ બનાવી લીધો પરંતુ મેદાન પર વિકેટ સ્પિનર મેળવી રહ્યાં હતા. પછી પંકજ સિંહ ટીમમાં આવ્યા જેમણે શરમજનક બોલિંગનો એક અલગ જ રેકોર્ડ બનાવી લીધો. જે ધોનીની રણનીતિ સામે પ્રશ્નો ખડા કરે છે.

ટોસ બાદ નિર્ણય કરવા સામે પ્રશ્નાર્થ

ટોસ બાદ નિર્ણય કરવા સામે પ્રશ્નાર્થ

ચોથી ટેસ્ટમાં માન્ચેસ્ટરમાં વાદળો ઘેરાયા હતા. આઉટફિલ્ડ ભીની હતી તેમ છતાં ધોનીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. જેના કારણે પહેલા જ દિવસે ટીમ ઓલ આઉટ થઇ ગઇ અને ત્રીજા દિવસે ટીમે હાર સ્વીકારી પડી

બોલર્સના બદલાવ પર પણ પ્રશ્નાર્થ

બોલર્સના બદલાવ પર પણ પ્રશ્નાર્થ

આ આખી શ્રેણીમાં બોલિંગને લઇને ધોનીના અનેક નિર્ણયો અજીબોગરીબ હતા. ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટમાં એન્ડરસન અને જોય રૂટની બેટિંગ દરમિયાન નજીક ફિલ્ડર લગાવવા ઘાતક સાબિત થયા, તેનો ફાયદો બન્ને બેટ્સમેનોએ લીધો અને રેકોર્ડ 198 રનની ભાગીદારી નોંધાવી. લોર્ડ્સ ટેસ્ટમાં કારણ વગર ભુવનેશ્વર કુમારના બોલિંગ એન્ડિંગમાં પરિવર્તન કરાવ્યું. જ્યારે તે નર્સરી એન્ડથી ત્રણ વિકેટ લઇ ચૂક્યા હતા.

સ્પિન રમવા પર પ્રશ્નાર્થ

સ્પિન રમવા પર પ્રશ્નાર્થ

ભારતીય ખેલાડીઓ સ્પિનના શાનદાર ખેલાડી માનવામાં આવે છે. પરંતુ આ શ્રેણીમાં ભારતીય બેટ્સમેન ઇંગ્લિશ સ્પિન બોલર મોઇન અલી સામે શરમજનક રીતે સરેન્ડર થઇ ગયા. તેના કારણે સુકાની તરીકે ધોનીના વલણ સામે પ્રશ્નો ઉઠ્યા છે. જે સમયે ધોનીએ મોઇન પર પ્રહાર કરવાનો હતો ત્યારે તે બેકફૂટ પર રમી રહ્યાં હતા અને જેના કારણે મોઇન આ શ્રેણીમાં ઘણો જ સફળ રહ્યો છે.

English summary
question against dhoni's decision in test series
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X