For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વંશીય વિવાદઃ જાડેજાને દંડ, BCCI કરશે ફરિયાદ

|
Google Oneindia Gujarati News

લંડન, 25 જુલાઇઃ નોટિંગહામ ટેસ્ટ દરમિયાન ઇંગ્લેન્ડના બોલર જેમ્સ એન્ડરસન સાથે થયેલા વિવાદ કેસમાં આઇસીસીએ દખલગીરી કરી છે અને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર મેચ ફીના 50 ટકાનો દંડ ફટકાર્યો છે. જો કે આ અંગે બીસીસીઆઇએ વિરોધ નોંધાવ્યો છે. બીસીસીઆઇ જાડેજાને કરવામાં આવેલા દંડની વિરોધમાં છે અને તે આ અંગે વિશ્વ ક્રિકેટની સર્વોચ્ચ કમિટિ આંતરરાષ્ટ્રિ ક્રિકેટ કાઉન્સિલ(આઇસીસી)ને અપિલ કરશે.

આઇસીસીએ શુક્રવારે જણાવ્યું છેકે, નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે 10 જુલાઇના રોજ રમાયેલી શ્રેણીની પહેલી ટેસ્ટમાં જેમ્સ એન્ડરસન સાથેના વિવાદમાં આઇસીસીની આચારસંહિતા અનુસાર લેવલ 1 અનુસાર રવિન્દ્ર જાડેજા દોષી ઠર્યો છે.

આઇસીસીની મેચ રેફરી કમિટીના ડેવિડ બૂને જાડેજા પર મેચ ફીનો 50 ટકાનો દંડ ફટકાર્યો છે. જોકે તેની સામે જે ફરિયાદ થઇ હતી તે સંદર્ભે તે દોષી જણાયો નથી, પરંતુ તેને ધારા 2.1.8(ખેલ ભાવના વિરુદ્ધના કાર્ય) હેઠળ દોષી માનવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ ટીમના મેનેજેર ફીલ નીલે રવિન્દ્ર જાડેજા સામે આઇસીસી આચારસંહિતા અનુસાર ધારા 2.2.11 હેઠળ ફરિયાદ કરી હતી. જે બદલ ગુરુવારે સાંજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બન્ને ખેલાડીઓ, લિગલ કાઉન્સલ્સ, સાક્ષીઓ, બીસીસીઆઇના એમવી શ્રીધર, ફીલ નીલ અને ઇસીબીના પૉલ ડાઉટોન હાજર રહ્યાં હતા.

આ પણ વાંચોઃ- વિશ્વના ટોપ 10 મોસ્ટ વેલ્યુએબલ ખેલાડી, ધોની પાંચમાં ક્રમે
આ પણ વાંચોઃ- ..તો શું આ ધોનીની લોર્ડ્સમાં છેલ્લી ટેસ્ટ હતી?

જાડેજા પર લેવલ 1 હેઠળનો ગુનો બને છે

જાડેજા પર લેવલ 1 હેઠળનો ગુનો બને છે

પોતાના નિર્ણય અંગે જણાવતા બૂને કહ્યું કે, જાડેજા પર લેવલ 2નો ચાર્જ લગાવવામાં આવ્યો છે, પરંતુ તેણે જે ભૂલ કરી છે તે આઇસીસી આચારસંહિતા અનુસાર લેવલ 2 હેઠળ આવતી નથી અને તેનો ગુનો લેવલ 1 હેઠળનો છે. જે આચારસંહિતાની ધારા 2.1.8 હેઠળ આવે છે.

લેવલ 1 હેઠળનો દંડ

લેવલ 1 હેઠળનો દંડ

લેવલ 1 હેઠળના દંડ અંગે વાત કરવામાં આવે તો લેવલ 1માં દંડમાં ઓછામાં ઓછો દંડ અધિકારીઓ દ્વારા ઠપકો આપવામાં આવે તે છે અને વધુમાં વધુ દંડ ખેલાડીની મેચ ફીના 50 ટકા દંડ પેટે ચૂકવવા પડે છે.

શું છે આખો મામલો

શું છે આખો મામલો

ભારત-ઇંગ્લેન્ડની વચ્ચે નૉટિંગમ ટેસ્ટ દરમિયાન ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસનની વચ્ચે થયેલા વાદ-વિવાદ અને ઝડપનો મામલો વધુ ગરમાઇ રહ્યો છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની ફરિયાદ પર જાડેજાની વિરુધ્ધ આઇસીસી કોડ ઓફ કંડક્ટના લેવલ-2નો આરોપ દાખલ કર્યો છે. જોકે એંડરસને તેની પર લેવલ ત્રણના આરોપ લગાવ્યા હતા. ઇંગ્લેન્ડ ટીમના મેનેજર ફિલ નીલે આની ખરાઇ કરી છે. એન્ડરસનની વિરુધ્ધ આઇસીસી કોડ ઓફ કંડક્ટના લેવલ 3 હેઠળ આરોપ પહેલા જ નક્કી કરી શકાય છે. તેમની પર જાડેજાને ધક્કો આપવા અને વંશીય ટીપ્પણ કરવાનો આરોપ છે.

એન્ડરસન-જાડેજા વિવાદ અંગે ચેપલનું મંતવ્ય

એન્ડરસન-જાડેજા વિવાદ અંગે ચેપલનું મંતવ્ય

પૂર્વ ઓસ્ટ્રેલિયન સુકાની ઇયાન ચેપલનું માનવું છેકે ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી દરમિયાન રવિન્દ્ર જાડેજા અને જેમ્સ એન્ડરસન વચ્ચે જે વિવાદ વકરી રહ્યો છે, તેની પાછળનું કારણ આઇસીસી દ્વારા આ પ્રકારના મુદ્દે પૂરતા અને સાચા નિર્ણય લેવામાં નથી આવી રહ્યાં છે. નોંધનીય છેકે, ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને ગાળ ભાંડવા અને ધક્કો મારવાના ચાર્જ ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસન પર લગાવવામાં આવ્યા છે.

English summary
India's Ravindra Jadeja has been fined 50 per cent of his match fee by ICC for his involvement in an incident with England paceman James Anderson during the first Test in Nottingham.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X