For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક મેચ, આઠ સદી ને રચાઇ ગયો ઇતિહાસ

|
Google Oneindia Gujarati News

કોલંબો, 13 માર્ચઃ શ્રીલંકા અને બાંગ્લાદેશની ક્રિકેટ ટીમો વચ્ચે ગાલે આંતરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં રેકોર્ડ આઠ સદીઓ લાગી છે. ટેસ્ટ કિક્રેટના ઇતિહાસમાં આ બીજીવાર બન્યુ છે કે, કોઇ એક ટેસ્ટ મેચમાં આટલી બધી સદીઓ ફટકારવામાં આવી હોય. શ્રીલંકાના બેટ્સમેનોએ ગાલે ટેસ્ટમાં 5 જ્યારે બાંગ્લાદેશી બેટ્સમેનોએ ત્રણ સદી ફટકારી હતી. શ્રીલંકાના કુમાર સંગાકારએ બન્ને ઇનિંગમાં સદી ફટકારી. સંગાકારાએ પ્રથમ ઇનિંગમાં 142 અને બીજી ઇનિંગમાં 105 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તિલકરત્ને દિલશાન(126), લાહિરે થિરિમાને(155) અને દિનેશ ચાંદીમલે(અણનમ 116) સદી ફટકારી હતી.

બીજી તરફ બાંગ્લાદેશ તરફથી સુકાની મુશફિકુર રહીમે 200 રનની ઐતિહાસિક ઇનિંગ રમી. તે બાંગ્લાદેશ માટે પહેલીવાર બેવડી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો છે. સાથે તેણે બાંગ્લાદેશ માટે સૌથી મોટો વ્યક્તિગત સ્કોર કર્યો. રહીમ ઉપરાંત મોહમ્મદ અશરફુલ(190) અને નાસિર હુસૈન(100) સદી ફટકારી હતી. મુશફિકુર અને અશરફુલની શાનદાર ઇનિંગની મદદથી બાંગ્લાદેશે ટેસ્ટ ઇતિહાસમાં પોતાની સૌથી મોટી ઇનિંગ રમી અને પહેલીવાર 600 કરતા વધારે રનનો આંકડો પાર કર્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા વર્ષ 2005માં એંટિગામાં વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં આઠ સદીઓ લાગી હતી. બન્ને ટીમ તરફથી 4-4 સદી ફટકારવામાં આવીહતી. વેસ્ટઇન્ડિઝ તરફથી ક્રિસ ગેઇલે(317) આ મેચમાં ત્રેવડી સદી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી અબ્રાહમ ડિવિલિયર્સે(114), ગ્રીમ સ્મિથે(120), જેક્સ કાલિસે(147) અને એશ્વેલ પ્રિન્સે(131) સદી ફટકારી હતી. જ્યારે વેસ્ટ ઇન્ડિઝ તરફથી ગેઇલ ઉપરાંત રામનરેશ સરવને(127) અને ડ્વેન બ્રાવો(107) સદી ફટકારી હતી.

કુમાર સંગાકારની બન્ને ઇનિંગમાં સદી

કુમાર સંગાકારની બન્ને ઇનિંગમાં સદી

શ્રીલંકાના કુમાર સંગાકારએ બન્ને ઇનિંગમાં સદી ફટકારી. સંગાકારાએ પ્રથમ ઇનિંગમાં 142 અને બીજી ઇનિંગમાં 105 રન બનાવ્યા હતા.

તિલકરત્ને દિલશાનની સદી

તિલકરત્ને દિલશાનની સદી

તિલકરત્ને દિલશાને 126 રનની ઇનિંગ રમી હતી.

લાહિરે થિરિમાનેની સદી

લાહિરે થિરિમાનેની સદી

લાહિરે થિરિમાને 155 રનની ઇનિંગ રમી હતી

દિનેશ ચાંદીમલેની અણનમ સદી

દિનેશ ચાંદીમલેની અણનમ સદી

દિનેશ ચાંદીમલેએ અણનમ 116 રનની ઇનિંગ રમી હતી

મુશફિકુર રહીમની ઐતિહાસિક ઇનિંગ

મુશફિકુર રહીમની ઐતિહાસિક ઇનિંગ

બીજી તરફ બાંગ્લાદેશ તરફથી સુકાની મુશફિકુર રહીમે 200 રનની ઐતિહાસિક ઇનિંગ રમી.

અશરફુલની શાનદાર સદી

અશરફુલની શાનદાર સદી

મોહમ્મદ અશરફુલે શાનદાર 190 રનની ઇનિંગ રમી હતી

નાસિર હુસૈનની સદી

નાસિર હુસૈનની સદી

નાસિર હુસૈને 100 રનની ઇનિંગ રમી હતી

English summary
The first Test match between Sri Lanka and Bangladesh today ended in a draw, and the match will be remembered for having witnessed eight centuries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X