For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોહિત શર્માએ સર્જ્યો ઇતિહાસ, ડબલ બેવડી ફટકારનાર પહેલો ખેલાડી

|
Google Oneindia Gujarati News

કોલકતા, 13 નવેમ્બરઃ શ્રીલંકા અને ભારત વચ્ચે કોલકતા ખાતે શ્રેણીની ચોથી વનડે રમાઇ રહી છે. જેમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે ફળ્યો હતો. ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 404 રન બનાવ્યા હતા. જોકે આ મેચ દરમિયાન મુંબઇના ખેલાડી રોહિત શર્માએ શાનદાર બેટિંગ કર્યું હતું અને બે રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. રોહિતે વિરેન્દ્ર સેહવાગનો વનડે ક્રિકેટમાં સર્વાધિક વ્યક્તિગત રેકોર્ડ પોતાના નામે કર્યો હતો, તો વિશ્વ ક્રિકેટમાં ડબલ બેવડી ફટકારનારો પહેલો ક્રિકેટર બની ગયો હતો.

rohit-sharma
ભારતે પ્રથમ બેટિંગ કરતા પહેલી વિકેટ અજિંક્ય રહાણેના રૂપમાં 40 રનના સ્કોરે ગુમાવી હતી, જ્યારે બીજી વિકેટ 59 રનના સ્કોર પર રાયડૂના રૂપમાં ગુમાવી હતી. પ્રથમ બે વિકેટ ઝડપથી પડી જતાં એક સમયે ભારત દબાણમાં આવી ગયું હતું, પરંતુ એક છેડો સાચવીને બેટિંગ કરી રહેલા રોહિત શર્માએ ધેર્યપૂર્ણ બેટિંગનું પ્રદર્શન કરી વિરાટ કોહલી સાથે 202 રનની લાંબી ભાગીદારી નોંધાવી હતી.

રોહિત શર્માએ ધીમી પણ મક્કમ બેટિંગ કરતા કારકિર્દીની પાંચમી સદી 100 બોલમાં ફટકારી હતી, પરંતુ ત્યારબાદ તે બોલર પર જાણે કે તૂટી પડ્યો હોય તેમ ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરતા 172 બોલમાં 264 રન ફટકાર્યા હતા, શ્રીલંકાનો એકપણ બોલર રોહિત શર્માના ઝંઝાવાતને રોકી શક્યા નહોતા. રોહિત શર્માએ 172 બોલમાં 33 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. શ્રીલંકા સામે આટલો મોટો વ્યક્તિગત સ્કોર બનાવવાની સાથે જ રોહિત શર્માએ બે રેકોર્ડ પોતાના નામે કરી દીધા છે. એક રેકોર્ડ વિશ્વ ક્રિકેટમાં સર્વાધિક વ્યક્તિગત રન બનાવવાનો છે, જે આ પહેલા ભારતીય ખેલાડી વિરેન્દ્ર સેહવાગ પાસે હતો.

વિરેન્દ્ર સહેવાગે 8 ડિસેમ્બર 2011ના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચ દરમિયાન 149 બોલમાં 219 રન ફટાકર્યા હતા. જેને હવે રોહિત શર્માએ રન ફટકારીને તેને તોડી નાંખ્યો છે. આ સાથે જ રોહિત શર્માએ બીજો વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે, એ છે વનડે ક્રિકેટમાં બે વખત બેવડી સદી ફટકારવાનો. જે અત્યારસુધી કોઇપણ ખેલાડી ફટાકરી શક્યું નથી. આ પહેલા રોહિત શર્માએ ગત વર્ષે એટલે કે 2013માં ઓસ્ટ્રેલિયા સામે 209 રનની ઇનિંગ રમી હતી. અહીં વિશ્વ ક્રિકેટની ચાર બેવડી સદી અને એ ફટકારનારા ખેલાડી અંગે માહિતી આપવામાં આવી છે.

ક્રિકેટર રન બોલ દેશ વર્ષ
રોહિત શર્મા 264 172 શ્રીલંકા 2014
વિરેન્દ્ર સેહવાગ 219 149 વેસ્ટ ઇન્ડિઝ 2011
રોહિત શર્મા 209 158 ઓસ્ટ્રેલિયા 2013
સચિન તેંડુલકર 200* 147 દક્ષિણ આફ્રિકા 2010
English summary
Rohit Sharma Creates History, Becomes First Man to Slam Two ODI Double Centuries
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X