વાનખેડે સ્ટેડિયમમાં સચિન પોતાની છેલ્લી મેચ રમશે !
મુંબઇ, 22 નવેમ્બર: આવતીકાલે ભારત અને ઇગ્લેંડ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાવનાર સીરીઝની બીજી ટેસ્ટ મેચ સચિન તેંડુલકરના કેરિયરની પોતાના ઘરેલું મેદાન પરની અંતિમ મેચ હોય શકે છે. આ પહેલાં સચિન તેંડુલકર મુંબઇમાં કુલ દસ મેચ રમ્યો છે જેમાં વાનખેડે સ્ટેડિયમમાં 9 મેચ રમી છે.
વાનખેડે સ્ટેડિયમ સિવાય સચિન તેંડુલકરે મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં પણ એક મેચ રમી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇગ્લેંડ સિરીઝ બાદ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાવનારી ટેસ્ટ સિરીઝની કોઇપણ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં નહી આવે.
સચિન તેંડુલકરે પણ સંકેત આપ્યા છે કે તે આ સિરીઝ બાદ તે પોતાના કેરિયર લઇને મોટો નિર્ણય કરી શકે છે. એવા સમયે આ સિરિઝની અંતિમ ત્રણ મેચ સચિન તેંડુલકરના કેરિયર માટે મહત્વપૂર્ણ છે.
સચિન તેંડુલકરે ઇગ્લેંડ સિરીઝના પ્રથમ રણજી ટ્રોફીમાં રેલવે વિરૂદ્ધ શાનદાર 137 રન બનાવ્યા હતા. પરંતુ પ્રથમ ટેસ્ટ મેચમાં તે માત્ર 13 રન બનાવી આઉટ થઇ ગયા હતા.