For Quick Alerts
For Daily Alerts
ડેનમાર્ક ઓપનથી જોરદાર કમબેક કરશે સાઇના
ડેનમાર્ક, 15 ઓક્ટોબર: લંડન ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતનાર સાઇના નેહવાલ બે મહિનાથી પણ વધારે સમય આરામ કર્યા બાદ આવતી કાલથી શરૂ થનારી ડેનમાર્ક ઓપન સુપર સીરીઝ બેડમિંટન ચેમ્પિયનશીપમાં પોતાનું પ્રભાવશાળા પ્રદર્શન જારી રાખવા તૈયાર છે.
લંડન ઓલિમ્પિકમાં પહેલીવાર મેડલ જીતનાર ભારતીય બેડમિંટન ખેલાડી બન્યા બાદ સાઇનાએ આરામ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે તેણે ચાઇના માસ્ટર્સ, જાપાન ઓપન અને સીનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લીધો ન્હોતો.
દુનિયાની ચોથા નંબરની ખેલાડી હવે ડેનમાર્કમાં અને ફ્રાંસમાં બે ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. સાઇનાને ડેનમાર્કમાં ત્રીજો ક્રમ આપવામાં આવ્યો છે. તે પહેલા રાઉન્ડમાં કોરીયાની યિયોન ઝુ બેઇ સાથે ટકરાશે. ક્વાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો ઇંગ્લેન્ડની ટાઇન બાઉન સાથે થશે. સેમીફાઇનલમાં તેને દુનિયાની નંબર એક ખેલાડી યિહાન વેંગનો સામનો કરવો પડશે.