સેહવાગની ટીમમાંથી હકાલપટ્ટી, ઓઝાનો સમાવેશ

આ સાથે જ એ વાત પણ જાણવા મળી રહી છે કે, વિરેન્દ્ર સેહવાગના બદલે શિખર ધવનને ટીમ ઇન્ડિયા તરફથી ટેસ્ટ મેચ રમવાની તક મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારતે શરૂઆતની બે ટેસ્ટ મેચ જીતી લીધી છે અને હાલ તે ઓસ્ટ્રેલિયા સામે 2-0થી આગળ છે. ભારત તરફથી મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, સચિન, ધોની અને કોહલી હાલ ફોર્મમાં જણાઇ રહ્યાં છે.
ટીમ ઇન્ડિયાઃ મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેંડુલકર, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શીખર ધવન, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, ભુવનેશ્વર કુમાર, આર અશ્વિન, હરભજન સિંહ, પ્રજ્ઞાન ઓઝા, અશોક ડિંડા, આંજિક્ય રહાણે.












Click it and Unblock the Notifications
