પાકિસ્તાન ક્રિકેટ ટીમના મસાજર પર બળાત્કારનો આરોપ

સ્થાનિક મીડિયાના અનુસાર પાકિસ્તાનની ટીમના મસાજર મલંગ અલી પર આ પહેલાં પણ ખેલાડીઓના રૂમમાંથી ચોરીનો આરોપ લાગ્યો હતો. તે સમયે પણ સસ્પેંડ કરવામાં આવ્યો હતો, પરંતુ કેટલાક ખેલાડીઓનો ખાસ હોવાથી તેને ફરીથી રાષ્ટ્રીય ટીમનો ભાગ બનાવવામાં આવ્યો હતો. પરંતુ વખતે તો તેને હદ કરી દિધી. મસાજર પર હોટલની મહિલાકર્મી સાથે જાતિય સતામણીનો આરોપ લાગ્યો છે.
સૂચના બાદ હોટલ મેનેજમેન્ટે પાકિસ્તાની ટીમ અધિકારીઓને માહિતગાર કર્યા, ત્યારબાદ મસાજરને તાત્કાલિક પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યો. પાકિસ્તાનમાં તેના વિરૂદ્ધ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં તેના ઉપર લાગેલા જાતિય સતામણીના આરોપ સાચા સાબિત થયા છે. ત્યારબાદ તેને તગેડી મુકવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
