શ્રીનિવાસન તપાસથી અંતર જાળવશે : અરૂણ જેટલી

જેટલીએ એમ જણાવ્યું કે આ સમગ્ર પ્રકરણની પાસ કરવામાં આવશે. આ પ્રકરણમાં શ્રીનિવાસન સામે કોઇ આરોપો નથી. હવે જો આપ પોતાના પદથી દૂર થઇને તેને સંબંધિત કોઇ કાર્ય કરતા નથી તો આપ ક્રિકેટ પ્રશાસનથી સંપૂર્ણ રીતે અંતર જાળવો છો અને શ્રીનિવાસને પણ આવું જ કરવું પડશે.
ચોતરફથી રાજીનામુ આપવા અંગે થઇ રહેલા દબાણને પગલે વચગાળાનો માર્ગ શોધી કાઢીને શ્રીનિવાસને હવે સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં પોતાના જમાઇ ગુરુનાથ મયપ્પનની તપાસ જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી પોતાને પદના કાર્યોથી દૂર રાખવાનો નિર્ણય લીધો છે. ત્યાં સુધી બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ જગમોહન દાલમિયા કાર્યકારી અધ્યક્ષ તરીકે કાર્ય કરશે.












Click it and Unblock the Notifications
