ટી-ટ્વેન્ટી વર્લ્ડકપ: આજે ભારત અને ઇગ્લેંડ સામસામે ટકરાશે

અફઘાનિસ્તાન જેવી ટીમ વિરૂદ્ધ ભારતના વિસ્ફોટક બેસ્ટમેન વિરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરની જોડી ખાસ જાદૂ બતાવી શક્યા ન હતા. બંને બેસ્ટમેનો સસ્તામાં આઉટ થઇ ગયા હતા. વિરાટ કોહલી એક એવો બેસ્ટમેન છે જે સતત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે.
વિરાટ કોહલી અફઘાનિસ્તાન વિરૂદ્ધ સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. મધ્યક્રમને મજબૂત બનાવવાની જવાબદારી યુવરાજ સિંહ, સુરેશ રૈના, મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્માની છે. અનુભવી બોલર ઝહિરખાનનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય છે જ્યારે ઇરફાન પઠાન અને લક્ષ્મીપતિ બાલાજી હાલમાં સારા ફોર્મમાં છે.
અનુભવી બોલર હરભજન સિંહ અને રવિચંદ્રન અશ્વિનમાંથી ગમે તે એકનો સમાવેશ કરવામાં આવી શકે છે. ઇગ્લેંડ ટીમે પ્રથમ મેચમાં જીત મેળવતાં તેનો આત્મવિશ્વાસ મજબૂત જોવા મળી રહ્યો છે. લ્યૂક રાઇટે અફઘાનિસ્તાન વિરૂદ્ધ અણનમ 99 રન ફટકારી સ્પષ્ટ કરી દિધુ છે કે આગામી મેચોમાં પોતાનું પ્રદર્શન બતાવવા માટે ઉત્સાહીત છે.
ક્રેગ કીસવેટર, એલેક્સ હાલેસ, ઇયોન મોર્ગન, જોસ બટલર અને જોની બેયરસ્ટો લોન્ગ શૉટ્સ રમવા માટે સક્ષમ છે. ફાસ્ટ બોલરની જવાબદારી કેપ્ટન સ્ટુઅર્ટ બ્રૉદ, સ્ટીવન ફિન અને ઝેડ ડર્નબાક સંભાળશે. ઇગ્લેંડની ટીમ પાસે ગ્રીમ સ્વાન અને સમિત પટેલના રૂપ બે સ્પિનર છે.












Click it and Unblock the Notifications
