For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 WC : હવે દર્શકોને મળશે થિયેટરમાં સ્ટેડિયમનો અનુભવ!

ચાહકો હવે મોટી સ્ક્રીન પર ICC T20 વર્લ્ડ પણ જોઈ શકશે. મલ્ટીપ્લેક્સ ચેઈન પીવીઆર સિનેમા દ્વારા મેચ થિયેટરોમાં બતાવવામાં આવશે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ચાહકો હવે મોટી સ્ક્રીન પર ICC T20 વર્લ્ડ પણ જોઈ શકશે. મલ્ટીપ્લેક્સ ચેઈન પીવીઆર સિનેમા દ્વારા મેચ થિયેટરોમાં બતાવવામાં આવશે. તેને શુક્રવારે કહ્યું કે, પીવીઆર સિનેમાને આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2021 દરમિયાન ક્રિકેટ મેચોની લાઈવ સ્ક્રીનિંગના અધિકાર મળ્યા છે. ટી 20 વર્લ્ડકપ યુએઈ અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન યોજાશે.

T20 WC

એક અખબારી યાદીમાં પીવીઆરએ જણાવ્યું કે, તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સાથે ICC પુરુષ ટી 20 વર્લ્ડ કપ 2021 ની સેમીફાઇનલ અને ફાઇનલ તેમજ ભારત મેચના લાઇવ સ્ક્રીનિંગ માટે કરાર કર્યો છે. મલ્ટીપ્લેક્સ ચેઈન પીવીઆરે જણાવ્યું હતું કે નવી દિલ્હી, મુંબઈ, પુણે અને અમદાવાદ સહિત 35 થી વધુ શહેરોમાં 75 થી વધુ સિનેમાઘરોમાં મેચો પ્રદર્શિત કરવામાં આવશે.

પીવીઆર લિમિટેડના સીઈઓ ગૌતમ દત્તાએ કહ્યું કે, તેઓ આઈસીસી સાથે જોડાઈને અત્યંત ખુશ છે, કારણ કે તેઓ માને છે કે દેશમાં ક્રિકેટ અને ફિલ્મો એકબીજાના પૂરક છે. દત્તાએ કહ્યું કે, મોટી સ્ક્રીન આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડકપનું મહત્તમ કવરેજ કરવાની એક અનોખી તક પૂરી પાડે છે. ક્રિકેટ અને ફિલ્મો એકબીજાને પૂરક છે, કારણ કે ભારતમાં તે બન્નેને ધર્મ માનવામાં આવે છે, જે દેશને એક કરે છે. ફિલ્મો જોવી અને ક્રિકેટ જોવી એ એક વહેંચાયેલું મનોરંજનનો અનુભવ છે. તે જ્યારે મોટા પડદા પર પ્રસ્તુત થાય છે ત્યારે તે સ્ટેડિયમ સમાજ ચાહકોને અનુભવ આપે છે.

કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વવાળી ભારતીય ટીમ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ રમશે. ચાહકોએ થિયેટરોમાં આ મેચ જોવાનો આનંદ માણવો જોઈએ.

English summary
T20 WC: Now spectators will get a stadium experience in the theater!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X