2011થી 2015: ભારતની જેમ આ ટીમો પણ બની કોચ ‘સંકટ’નો શિકાર
ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે છે અને ટેસ્ટ શ્રેણી દરમિયાન ભારતે કેવુ પ્રદર્શન કર્યું તે બધાની સામે છે. એક સમયે 1-0થી આગળ રહેલી ટીમ ઇન્ડિયાએ શ્રેણીને 3-1થી ગુમાવી દેતા દેશભરના ક્રિકેટ ચાહકો નિરાશ છે તો બીજી તરફ ક્રિકેટ દિગ્ગજો પણ ટીમ અને કોચની આકરી ટીકા કરી રહ્યાં છે, એવી પણ માંગ ઉઠી રહી છેકે ફ્લેચર પોતાના કાર્યમાં નિષ્ફળ નિવડ્યા છે અને તેમના સ્થાને નવા કોચની નિયુક્તિ કરવી જોઇએ.
સ્થિતિ વધુ વણસે તે પહેલા બીસીસીઆઇએ ટીમના ડિરેક્ટર પદે રવિ શાસ્ત્રીની નિયુક્તિ કરી લીધી છે, જે ઇંગ્લેન્ડની વનડે શ્રેણી દરમિયાન ટીમના ડિરેક્ટર પદે રહેશે અને એવું પણ જાણવા મળ્યું છેકે, ઇંગ્લેન્ડનો પ્રવાસ પૂર્ણ થયા બાદ ફ્લેચર પોતાના પદેથી રાજીનામું પણ આપી શકે છે, તો બીજી તરફ એવા સમાચાર પણ છેકે બીસીસીઆઇની નજર દ્રવિડ પર આવીને અટકી છે. વિશ્વકપ 2015ને હવે માત્ર એકાદ વર્ષ જ બાકી છે અને ભારત પર કોચ સંકટ છવાયું છે, ત્યારે અમે વિશ્વની એવી કેટલીક ટીમો અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ કે જેમણે 2011ના વિશ્વકપ બાદ કોચ સંકટનો સામનો કર્યો છે, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.
આ પણ વાંચોઃ- વિરાટ કોહલી અને અનુષ્કા વચ્ચે બીસીસીઆઇ બન્યુ ‘એક વિલન'
આ પણ વાંચોઃ- ‘ધ વૉલ' પર BCCIની નજર, દ્રવિડ લેશે ફ્લેચરનું સ્થાન?
આ પણ વાંચોઃ- ટીમ ઇન્ડિયાના ડિરેક્ટર રવિ શાસ્ત્રીની 12 અજાણી વાતો

ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાની વાત કરવામાં આવે તો 2011ના વિશ્વકપ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે ત્રણ કોચ જોયા છે. 2011માં સપ્ટેમ્બર માસમાં ટિમ નિલ્સને પોતાનું પદ છોડ્યું હતું. ત્યારબાદ ટ્રોય કૂલીએ દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયા ટીમને કોચિંગ પૂરુ પાડ્યું હતું, ત્યારબાદ મિકી આર્થરે આ પદ ગ્રહણ કર્યું હતું, તેમના કાર્યકાળ દરમિયાન ટીમે વેસ્ટ ઇન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને ભારત સામે સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમનું પ્રદર્શન ખરાબ રહેતા તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી અને તેમના સ્થાને હાલ ટીમના કોચ પદે ડારેન લેહમેન છે.

ઇંગ્લેન્ડ
ઇંગ્લેન્ડે પણ 2011ના વિશ્વકપ બાદ ટીમના કોચ પદે અનેક ફેરફાર કર્યા હતા. ટીમના ડિરેક્ટર પદે એન્ડી ફ્લાવર હતા અને વનડે માટે એશ્લે ગિલ્સ ટીમના કોચ હતા, પરંતુ 2013-14ના ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ટીમનું પ્રદર્શન ખરાબ રહેતા તેમને તેમનું પદ ગુમાવ્યું હતું. હાલ ટીમના કોચ પદે પીટર મૂર્સ છે.

ભારત
ભારતને 2011 વિશ્વકપમાં શાનદાર વિજય અપાવ્યા બાદ ગેરી ક્રસ્ટને ભારતનું કોચ પદ છોડ્યું હતું. ત્યારબાદ આ સ્થાને ડંકન ફ્લેચરને નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમે જોઇએ તેવું પ્રદર્શન કર્યું નથી અને ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રદર્શન અત્યંત ટીકાત્મક રહ્યું છે. તાજેતરમાં જ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ રવિ શાસ્ત્રીને ટીમના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે.

પાકિસ્તાન
પાકિસ્તાનની વાત કરવામાં આવે તો 2011ના વિશ્વકપ બાદ ટીમના કોચ વકાર યુનિસે પોતાનું પદ છોડ્યું હતુ અને થોડોક સમય માટે મોહશિન ખાન કોચ બન્યા હતા, બાદમાં ડેવ વ્હોટમોરે આ પદ સંભાળ્યું હતું, પરંતુ તેઓ લાંબો સમય સુધી કોચ રહી શક્યા નહોતા અને ફરી મોહશિન ખાનને અલ્પ સમય માટે કોચ બનાવવામાં આવ્યા હતા, હવે ફરીથી ટીમના કોચ પદે વકાર યુનિસ પરત ફર્યા છે.

દક્ષિણ આફ્રિકા
દક્ષિણ આફ્રિકાની વાત કરવામાં આવે તો 2011ના વિશ્વકપ બાદ કૂરી વાન ઝીલના સ્થાને ગેરી ક્રસ્ટનને કોચ પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 2013 સુધી દક્ષિણ આફ્રિકાના કોચ રહ્યાં હતા અને બાદમાં તેમના સ્થાને રશેલ ડોમિંગોને દક્ષિણ આફ્રિકાના કોચ બનાવવામાં આવ્યા હતા. જોકે હજુ પણ ગેરી ક્રસ્ટન દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે જોડાયેલા રહ્યાં છે.

શ્રીલંકા
શ્રીલંકન ટીમમાં પણ પાકિસ્તાનની જેમ નાટ્યાત્મક રીતે કોચ બદલાતા રહ્યાં છે. 2011ના વિશ્વકપ બાદ ટ્રેવર બેય્લિસના સ્થાને અલ્પ સમય માટે રુમેશ રત્નાયકને કોચ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ સ્થાને જેઓફ માર્શને નિમવામાં આવ્યા હતા પરંતુ તે સમયગાળામાં ટીમનું પ્રદર્શન ખરાબ રહેતા તેમના સ્થાને ગ્રાહમ ફોર્ડ અને ત્યારબાદ પૉલ ફાર્બ્રાસને કોચ બનાવવામાં આવ્યા હતા. પૉલ ફાર્બ્રાસના ગયા પછી આ પદે માર્વન અટ્ટાપટ્ટુને શ્રીલંકના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ન્યુઝીલેન્ડ
ન્યુઝીલેન્ડની વાત કરવામાં આવે તો એક સમયે ભારતના કોચ રહી ચૂકેલા જ્હોન રાઇટ 2012 સુધી ન્યુઝીલેન્ડના કોચ રહ્યા હતા, ત્યારબાદ માઇક હેસ્સને આ પદ સંભાળ્યું હતું. જે આજે પણ ન્યુઝીલેન્ડના કોચ પદે યથાવત છે.

વેસ્ટ ઇન્ડિઝ
વેસ્ટ ઇન્ડિઝ અંગે વાત કરવામાં આવે તો વેસ્ટ ઇન્ડિઝ માટે ઓટ્ટિસ ગિબ્સન એક સફળ કોચ પૂરવાર થયા હતા, પરંતુ તેમણે બાંગ્લાદેશ સામેની 2014ની શ્રેણી પહેલા જ પોતાનું પદ છોડ્યું હતું, તેમના સ્થાને રિચી રિચાર્ડ્સનને ઇન્ટરિમ કોચ બનાવવામાં આવ્યા છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી












Click it and Unblock the Notifications
