For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL-7: એકપણ સદી નહીં છતાં આ ખેલાડીઓએ લગાવી ‘સદી’

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 મેઃ ક્રિકેટની સૌથી ઝનૂની શ્રેણી ટી-20ની રોમાંચક ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)ની સાતમી શ્રેણીમાં અત્યારસુધી ભલે એકપણ ટીમનો કોઇ ખેલાડી સદી ફટકારી શક્યો ના હોય પરંતુ આઇપીએલ-7ની મેચોમાં સદી લગાવવાનો કીર્તિમાન અનેક ખેલાડીઓએ રચ્યો છે. આઇપીએલની મેચોની સદી ફટકારવાની પહેલી ઉપલબ્ધિ બે વાર ચેમ્પિયન્સ રહેલી ચેન્નાઇ સુપર કિંગ્સના સુરેશ રૈનાના નામે રહી છે.

18 એપ્રિલે અબુ ધાબીમાં રમાયેલી આઇપીએલ-7ની ત્રીજી મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ રૈનાએ આ સિદ્દિ હાસલ કરી લીધી. રૈના આઇપીએલની પહેલી શ્રેણીથી લઇને અત્યારસુધી સુપર કિંગ્સની દરેક મેચમાં રમ્યો છે. આઇપીએલના સૌથી અનુભવી ખલેડી રૈના(110 મેચ)એ પોતાની આ લાંબી કારકિર્દીનો બેટિંગ પણ ભરપૂર ઉપયોગ કર્યો. રૈના આઇપીએલમાં રન બનાવવાની બાબતમાં પણ ટોચ પર છે, તેણે આઇપીએલમાં 3097 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 21 અડધી સદી સામેલ છે. આ ઉપરાંત કેચ પકડવાના મામલે પણ રૈના બધાથી આગળ છે. રૈનાએ અત્યારસુધી 60 કેચ પકડ્યા છે.

આઇપીએલમાં 100 મેચ રમવામાં બીજા ક્રમે સુપર કિગ્સના સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને મુંબઇ ઇન્ડિયન્સના સુકાની રોહિત શર્મા આવે છે. દુબઇના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં 25 એપ્રિલે સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી આઇપીએલની 13મી મેચમાં ધોની અને રોહિતએ આઇપીએલમાં 100 મેચ રમવાના રેકોર્ડને એકસાથે હાંસલ કર્યો. હાલ ધોનીનો આઇપીએલ અનુભવ 107 અને રોહિતનો આઇપીએલ અનુભવ 108 થઇ ચૂક્યો છે. ધોની આઇપીએલમાં સુકાની તરીકેની સદી પણ ફટકારી ચૂક્યા છે.

108 મેચોમાં ધોની સુકાની

108 મેચોમાં ધોની સુકાની

અત્યારસુધી રમેલી તમામ 108 મેચોમાં ધોની સુકાની રહ્યાં છે. સુકાની તરીકે મેચોની સદી લગાવવાનો રેકોર્ડ હાલ માત્ર ધોની પાસે જ છે. આઇપીએલ-7માં જ્યાં કેટલાક ખેલાડીઓએ મેચોની સદી પૂર્ણ કરી દીધી છે, તો કેટલાક ખેલાડીઓ આવનારી મેચોમાં આ કીર્તિસ્તંભને હાંસલ કરશે. આઇપીએલ મેચોમાં સદી પૂરી કરનારા અન્ય ખેલાડીઓમાં વિરાટ કોહલી(104 મેચ), દિનેશ કાર્તિક(104 મેચ), રોબિન ઉથપ્પા(102 મેચ) અને યુસુફ પઠાણ(101) મેચ સામેલ છે.

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર

આવનારા સમયમાં કોલકતા નાઇટ રાઇડર્સના સુકાની ગૌતમ ગંભીર, જેક કાલિસ, સનરાઇઝર્સ હૈદરાબાદના ઇરફાન પઠાણ અને નાઇટ રાઇડર્સના પીયુસ ચાવલા આ ઉપલબ્ધી હાસલ કરી શકે છે. ગૌતમ ગંભીર અત્યારસુધી 99 મેચ રમી ચૂક્યા છે. મંગળવારે સુપર કિંગ્સ સામેની મેચ દરમિયાન તે આ સિદ્ધિ હાંસલ કરશે.

જેક કાલિસ

જેક કાલિસ

98 મેચ રમી ચૂકેલો જેક કાલિસ જો પોતાની ટીમમાં પૂનરાગ્મન કરવામાં સફળ રહેશે તો તે પણ આ સિદ્ધિને હાસલ કરી શકે છે. નાઇટ રાઇડર્સ આઇપીએલના પ્લે ઓફમાં પહોંચી શકે તેવી સંભાવના છે, જો તે પ્લે ઓફમાં પહોંચી જાય છે તો તે વધુમાં વધુ છ અને ઓછામાં ઓછી ત્રણ મેચ રમી શકે છે.

ઇરફાન પઠાણ

ઇરફાન પઠાણ

ઇરફાન પઠાણ અત્યારસુદી 96 અને પીયુષ ચાવલા 95 મેચ રમી ચૂક્યા છે. ઇરફાન ખરાબ ફોર્મના કારણે ટીમની અંદર બહાર થઇ રહ્યો છે. તેવામાં જો તે સારું પ્રદર્શન કરે છે અને તેમની ટીમ જો પ્લે ઓફમાં પહોંચવામાં સફળ થાય છે, તો તે આ સિદ્ધિ હાંસલ કરી શકે છે.

પીયૂષ ચાવલા

પીયૂષ ચાવલા

નાઇટ રાઇડર્સની પ્લે ઓફ સંભાવનાના કારણે ચાવલાની 100 મેચોના આંકડાને પાર કરવાની સંભાવના ઇરફાન પઠાણ કરતા વધારે છે. મેચોની સદી તો અનેક ખેલાડીઓએ પૂરી કરી લીધી છે અને અનેક ખેલાડીઓ એ દિશામાં આગળ વધી રહ્યાં છે, પરંતુ દર્શકો જે સદીની આતુરતાથી રાજ જોઇ રહ્યાં છે, તે આઇપીએલની પહેલી સદી છે.

English summary
this players are playing 100 match in ipl
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X