For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેસ્ટ ક્રિકેટમાંથી જતાં-જતાં કોહલી માટે વિરાટ પડકાર છોડતાં ગયા ધોની

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 30 ડિસેમ્બર: બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીમાં આકરી હાર બાદ ટીમ ઇન્ડિયા નિરાશાના ભાવમાં ડૂબી ગઇ છે. તે દરમિયાન અચાનક કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દિધી. આ ખરેખરમાં બધા માટે આશ્વર્ય પમાડનાર સમાચાર હતા. આ ચોંકાવનારા સમાચાર વચ્ચે જે સંકેત જોવા મળી રહ્યાં છે તે ટીમ ઇન્ડિયા માટે ખૂબ ઉજ્જવળથી પ્રતીત થઇ રહ્યાં છે અને તે છે કોહલીનું વિરાટ વ્યક્તિત્વ.

જી હાં મહેન્દ્ર સિંહ ધોનીએ જતાં-જતાં કોહલી માટે વિરાટ પડકાર છોડતાં ગયા. ટીમ સીરિજ ભલે હારી ગઇ, પરંતુ અંતિમ મેચમાં વિરાટ કોહલી પાસે પોતાને સારા કેપ્ટન સાબિત કરવાની સોનેરી તક છે. જો મહેન્દ્ર સિંહ ધોની સીરિજ પુરી કર્યા બાદ સંન્યાસની જાહેરાત કરતાં તો બીસીસીઆઇના કેપ્ટન શોધવા માટે ઓછામાં ઓછા ત્રણ-ચાર વિકલ્પ શોધવા પડતા, પરંતુ આ સંન્યાસ એવા અવસર પર થયો છે, જ્યાં ઉપકેપ્ટન વિરાટ કોહલી છે. સ્પષ્ટ છે કે મહેન્દ્ર સિંહ ધોનીના ગયા બાદ ઓછામાં ઓછી આ સીરિજ માટે વિરાટ કોહલી ટીમના સ્વત: કેપ્ટન બની ગયા છે.

dhoni222

વિરાટના માટે પડકાર
ખાસ વાત એ છે કે મિડલ ઓર્ડરમાં વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીની જોડીએ ઘણી મેચ જીતાઉ ઇનિંગ રમી છે. એવામાં વિરાટ માટે મિડલ ઓર્ડર પર ધોનીનો વિકલ્પ શોધવોમાં ખૂબ મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એમ કહો છે કે પ્રેશરના સમયે મહેન્દ્ર સિંહ ધોની જેવા હાર્ડ હિટરનો વિકલ્પ મળવો પણ એકદમ મુશ્કેલ હશે.

વિરાટને વનડે પણ મળી શકે છે કેપ્ટનશિપ
જો વિરાટ કોહલીએ ટેસ્ટ મેચોમાં સારી કેપ્ટનશિપ કરી અને ટીમને નવી દિશા આપી, તો તેમના માટે વનડે ટીમની કેપ્ટનશિપ પણ પાક્કી બની શકે છે. અને સાચું પૂછીએ તો વિરાટ માટે આ કોઇ મોટું કામ નથી.

English summary
Tired captain Mahendra Singh Dhoni has given a way to aggressive Virat Kohli to lead Indian Cricket Team.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X