For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...છતાં આ ખેલાડીઓ આગળ ન લાગ્યું ‘મહાન’નું લેબલ

|
Google Oneindia Gujarati News

વિશ્વ ક્રિકેટની વાત કરવામાં આવે તો આપણને એવા અનેક ખેલાડીઓની યાદી મળી જશે કે જેમને ક્રિકેટ ચાહકોએ લોકપ્રીયતામાં ટોચનું સ્થાન આપ્યું હોય, આ ખેલાડીઓની તેમના ક્રિકેટ ક્ષેત્રે આપવામાં આવેલા યોગદાનના કારણે અનેક પ્રસિદ્ધિ મળી છે, જેમાં ભારતીય ક્રિકેટના લિજેન્ડરી ક્રિકેટર સચિન તેંડુલકર સહિત બ્રાયન લારા, શેન વોર્ન, મુરલિધરન, રાહુલ દ્રવિડ, જેક કાલિસ, સ્ટિ વો, રિકી પોન્ટિંગ વિગેરે વિગેરે....

આ ખેલાડીઓની યાદી તૈયાર કરવા બેસીએ તો અનેક નામો મળી આવે, પરંતુ વિશ્વ ક્રિકેટનો એક અન્ય ચહેરાઓ પણ છેકે જેમને તેમની પ્રતિભા, તેમના ક્રિકેટ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન પછી પણ ના તો મહાન ખેલાડીનું લેબલ લાગ્યું છે અને ના તો જોઇએ તેવી લોકપ્રીયતા મળી છે, તો ચાલો તસવીરો થકી એ પાંચ ખેલાડીઓ અંગે જાણીએ.
આ પણ વાંચોઃ- ઇંગ્લેન્ડમાં રૈનાને મદદરૂપ થશે સચિને આપેલી ટિપ્સ?
આ પણ વાંચોઃ- ટીમના બોસ કોણ? છેડાયો વિવાદ, ધોની-bcci આમને-સામને
આ પણ વાંચોઃ- ક્રિકેટ જગતનો અનોખો રેકોર્ડઃ એક ખેલાડીએ લીધી છે 4202 વિકેટ

માર્ક વો

માર્ક વો

તેને ‘અફઘાન' કહીને પણ બોલાવવામાં આવે છે, તેની પાછળનું કારણ એ છેકે તે તેના ભાઇ સ્ટીવ વોની પ્રતિભા સામે ઝાંખો પડી ગયો હતો. તેમ છતાં માર્ક વો અંગે વાત કરવામાં આવે તો તે એક ગિફ્ટેડ ક્રિકેટર હતો, તેનામાં ડ્રાઇવ, પુલ, ફ્લિક્સ, કટ અને લોફ્ટ શોટ ફટાકરવાની ક્ષમતા હતી. બેટિંગ ઉપરાંત તે બોલિંગ ક્ષેત્રે પણ શ્રેષ્ઠતા પુરવાર કરી ચૂક્યો હતો. તેણે ટેસ્ટ અને વનડે બન્ને ફોર્મેટમાં 8000 જેટલા રન બનાવ્યા હતા.

યુનિસ ખાન

યુનિસ ખાન

આ એક એવો પાકિસ્તાની ક્રિકેટર છે કે જેણે ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી પણ તેને જોઇએ તેવી લોકપ્રિયતા મળી શકી નથી. તેને અનેકવાર પાકિસ્તાન ક્રિકેટ ટીમમાંથી કોઇપણ પ્રકારના કારણ વગર બહાર કરી દેવામાં આવ્યો છતાં પણ તેણે પોતાની પ્રતિભાનો પરચો આપવાનું જારી રાખ્યું. માત્ર બેટિંગ જ નહીં પરંતુ ફિલ્ડિંગ ક્ષેત્રે પણ તેણે ઉમદા પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાના નેતૃત્વ હેઠળ પાકિસ્તાનને 2009 વિશ્વ ટી20માં વિજેતા પણ બનાવ્યું હતું.

એન્ડી ફ્લાવર

એન્ડી ફ્લાવર

આ ખેલાડી ઝિમ્બાવવે માટે રમતો હતો અને તેણે થોડાક સમય માટે ઇંગ્લેન્ડની ટીમને કોચિંગ પણ કરી છે. બેટિંગની વાત કરવામાં આવે તો એન્ડી ફ્લાવરે ટેસ્ટ ક્રિકેટમાં 51.54ની એવરેજથી 63 મેચોમાં 4700 રન બનાવ્યા હતા અને વનડે ક્રિકેટમાં 35.34ની એવરેજથી 213 મેચોમાં 6786 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તે એક સારો વિકેટકીપર પણ હતો. તેમ છતાં તેને જોઇએ તેટલું મહત્વ આપવામાં આવ્યું નથી.

સ્ટેફન ફ્લેમિંગ

સ્ટેફન ફ્લેમિંગ

ફ્લેમિંગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ન્યુઝીલેન્ડ ટીમનું નેતૃત્વ કરનાર શ્રેષ્ઠ સુકાનીમાનો એક છે. બેટ્સમેન અને સુકાની તરીકે તેની પ્રતિભા શાનદાર હતી. માત્ર 23 વર્ષની વયે તેને ન્યુઝીલેન્ડનું સુકાન સોંપવામાં આવ્યું હતું અને તેણે શ્રેષ્ઠતા પુર્વક ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું. જોકે આજે વિશ્વ ક્રિકેટ દ્વારા તેને જાણે કે ભુલાવી દેવામાં આવ્યો છે.

શિવનારાયણ ચંદ્રપોલ

શિવનારાયણ ચંદ્રપોલ

જ્યારે લોકપ્રિયતાના મામલે અન્ડરરેટેડ કરવામાં આવેલા ખેલાડીઓની વાત થાય ત્યારે વેસ્ટ ઇન્ડિઝના આ ખેલાડીને કેવી રીતે ભુલી શકાય. શિવનારાયણ ચંદ્રપોલે બે દશકા સુધી વેસ્ટ ઇન્ડિઝની ટીમની બેટિંગ લાઇને મજબૂત બનાવી રાખી હતી. ટેક્નીકલી રીતે જોવામાં આવે તો તે બ્રાયન લારા કરતા પણ શ્રેષ્ઠ બેટ્સમેન હતો. તેણે 150 ટેસ્ટ મેચોમાં 11 હજાર રન બનાવ્યા હતા.

English summary
Top Five Underrated Cricketers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X